મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 3ના મોત, કાર ટ્રક સાથે અથડાઈ

ગુજરાતમાં બીજા અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. પહેલા બગોદરા-વટામણ હાઇવે પર અકસ્માત બાદ હવે અ

VIDEO: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 3ના મોત, કાર ટ્રક સાથે અથડાઈ

ગુજરાતમાં બીજા અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. પહેલા બગોદરા-વટામણ હાઇવે પર અકસ્માત બાદ હવે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક આ ગમખ્વાર ઘટના બની છે. માહિતી અનુસાર નડિયાદ નજીક બિલોદરા બ્રિજ પાસે એક્સપ્રેસ વે પર પૂરપાટ ઝડપે દોડતી કારનું ટાયર ફાટી જતાં કાર ડિવાઇડર કૂદીને સામેની તરફથી આવી રહેલા ટ્રક સાથે અથડાઇ ગઈ હતી. જેમાં 3 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. 

કારમાં કુલ પાંચ લોકો સવાર હતા

કારમાં કુલ પાંચ લોકો સવાર હોવાની જાણકારી મળી હતી. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષો સામેલ હોવાનું જણાવાઈ રહ્યું છે. જ્યારે અન્ય ઘાયલોની હાલત ગંભીર હોવાની જાણકારી છે. ઘટના વિશે જાણકારી મળતાં જ નડિયાદ પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને એક્સપ્રેસ વેની સહાય ટીમ પણ પહોંચી હતી. 

આ પણ વાંચો: VIDEO: બગોદરા- વટામણ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સની બસને નડ્યો અકસ્માત, 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

અકસ્માતને પગલે થયો ટ્રાફિક જામ 

ઉલ્લેખનીય છે કે એક્સપ્રેસ વે પર મોટાભાગના વાહનો પૂરપાટ ઝડપે જ દોડતા હોય છે. જોકે આ અકસ્માતને પગલે આ હાઇવે અચાનક થંભી ગયો હતો અને ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. ત્યારે એક્સપ્રેસ વે હાઈવેની પેટ્રોલિંગ ટીમે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકની સમસ્યા ઉકેલી હતી. હાલમાં મૃતકોના મૃતદેહને નડિયાદની સરકારી હોસ્પિટલમાં મોકલાયા હોવાની જાણકારી મળી રહી છે.

આ સમાચાર શેર કરો