મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નવા રિંગરોડ પર ફૂલ સ્પીડમાં દોડતી કારે બાઈકને લીધી અડફેટે, નોકરી પર જતાં યુવકનું ઘટના સ્થળે મોત

સુરતમાં અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે નવા રિંગરોડ પર ફરી એક અકસ્માત સર્જાયો

સુરતમાં નવા રિંગરોડ પર ફૂલ સ્પીડમાં દોડતી કારે બાઈકને લીધી અડફેટે, નોકરી પર જતાં યુવકનું ઘટના સ્થળે મોત

સુરતમાં અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે નવા રિંગરોડ પર ફરી એક અકસ્માત સર્જાયો હતો. જેથી નવો રિંગરોડ ફૂલ ફ્લેજમાં શરૂ થાય તે અગાઉ ફરી એકવાર લોહીયાળ બન્યો છે. રિંગરોડ પર ફૂલ સ્પીડમાં જતી કારે અકસ્માત સર્જ્યો હતો. કારે બાઈકને અડફેટે લીધી હતી. જેથી બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

રસ્તા પર કાળા પટ્ટા બની ગયા

સવારે 7:30 વાગ્યે નવા રિંગરોડ પર વરીયાવને જોડતા ચાર રસ્તા આગળ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત કાર (જીજે 05 આરએ 9851) અને બાઈક (જીજે 05 એફએક્સ 3075) વચ્ચે સર્જાયો હતો. કાર ફૂલ સ્પીડમાં હતી. આ દરમિયાન ફૂલ બ્રેક મારી હોય તે રીતે રસ્તા પર કાળા પટ્ટા પણ પડી ગયા હતાં. જો કે, બ્રેક લાગતા લાગે ત્યાં સુધીમાં અકસ્માત સર્જાઈ ગયો હોય તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. અકસ્માતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નોકરી પર જતાં અકસ્માત

મૃતક રાજુભાઈ મધુભાઈ વેગડના કુટુંબી ભાઈ ગુલાબભાઈ વેગડએ કહ્યું કે, રાજુભાઈ વેગડ મૂળ ગામ ગોપાલગ્રામના વતની છે. સુરતમાં તેઓ વાળીનાથ ચોક પાસે રહે છે. સવારના સમયે તેઓ નોકરી પર જતાં હતાં. આ દરમિયાન અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં જ અમે દોડી આવ્યા હતાં. ઘટના સ્થળે તેમનો મૃતદેહ મળ્યો હતો. 108 અને પોલીસની ટીમ પણ આવી ગઈ હતી. હાલ વધુ તપાસ ચાલ છે. રાજુભાઈ એકદમ સીધા સાદા અને કામથી કામ રાખનાર મહેનતું હતાં. 

આ સમાચાર શેર કરો