મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીના અંચેલી ગામે નહેરમાં ખાબકી કાર, પાણીનું સ્તર ઓછું હોવાથી પરિવારનો થયો બચાવ

અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં એક મોટી દુર્ઘટના ટળી હતી. અં

નવસારીના અંચેલી ગામે નહેરમાં ખાબકી કાર, પાણીનું સ્તર ઓછું હોવાથી પરિવારનો થયો બચાવ

અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં એક મોટી દુર્ઘટના ટળી હતી. અંચેલી ગામ નજીક આવેલી નહેર પાસે એક કાર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. બપોરે 11:30 કલાકે નવસારી-અમલસાડ રોડ પરથી પસાર થઈ રહેલી કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી નહેરમાં ખાબકી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં છેડતી કેસમાં ગાયનેકોલોજીસ્ટને મારનાર આરોપી ઝડપાયો, ડોક્ટર હજુ સારવાર હેઠળ

પરિવારે પાડી બૂમો

સદનસીબે, નહેરમાં પાણીનું સ્તર ઓછું હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. કારમાં સવાર પરિવારે મદદ માટે બૂમો પાડતા આસપાસથી પસાર થતા વાહન ચાલકો તરત જ મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોની ત્વરિત કાર્યવાહીને કારણે કારમાં ફસાયેલા તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

નહેર પાસે સુરક્ષાનો અભાવ

આ ઘટના સાથે એક મહત્વપૂર્ણ મુદ્દો સામે આવ્યો છે કે અંચેલી નહેર પાસે સુરક્ષા વ્યવસ્થાનો અભાવ છે. આ વિસ્તારમાં વારંવાર આવા અકસ્માતો બનતા રહે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે જો નહેરની બંને બાજુ સુરક્ષા દીવાલ બનાવવામાં આવે તો આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ ગંભીર ઘટના અંગે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

આ સમાચાર શેર કરો