મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દંતાલી પાસે કાર કેનાલ ખાબકી, ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં સર્જાયો અકસ્માત

કલોલના દંતાલી પાસે આવેલ કેનાલમાં કાર પડતાં કાર ચાલકનું કમકમાટ

દંતાલી પાસે કાર કેનાલ ખાબકી, ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં સર્જાયો અકસ્માત

કલોલના દંતાલી પાસે આવેલ કેનાલમાં કાર પડતાં કાર ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. કેનાલ ઉપરથી પસાર થતી વખતે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર કેનાલમાં ખાબકી હતી.

કલોલ તાલુકાના દંતાલી ગામે મોડી સાંજે કેનાલ ઉપરથી પસાર થતી વખતે સ્કૉર્પિયો કાર ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર કેનાલમાં પડી હતી. જેના પગલે લોકો દોડી આવ્યા હતા. કારને કેનાલમાંથી બહાર કાઢી ડ્રાઇવરને બચાવવા લોકોએ દોડધામ કરી મૂકી હતી. પરંતુ ડ્રાઇવરને બચાવવામાં તે નિષ્ફળ નિવળતા અંતે પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે JCBની મદદથી કારણે બહાર કાઢતા કારચાલક મૃત હાલતમાં જોવા મળ્યો હતો. 

મૃતક કાર ચાલકને પોલીસે સોળ સિવિલમાં પી એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં 52 વર્ષીય રણજીતસિંહ સંગ્રામસિંહ ઠાકોર ઘાટલોડીયાના લટકામાણ ગામમાં રહેતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. 

આ સમાચાર શેર કરો