મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના અનુપમ માર્ગ પર કાર ચાલક 74 વર્ષના વૃદ્ધને કચડીને ફરાર, ઘટનાસ્થળ પર જ મોત

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અનુપમથી ન્યુ કોટન માર્ગ પર હિટ એન્ડ રનની ઘ

અમદાવાદના અનુપમ માર્ગ પર કાર ચાલક 74 વર્ષના વૃદ્ધને કચડીને ફરાર, ઘટનાસ્થળ પર જ મોત

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અનુપમથી ન્યુ કોટન માર્ગ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી.

 74 વર્ષીય અમરચંદ રાજપુતનું ઘટના સ્થળ પર જ મોત

મહાદેવલાલ કુંભારની ચાલીમાં રહેતા 74 વર્ષીય અમરચંદ રાજપુત સવારે પાંચ વાગ્યાની આસપાસ તેઓ મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. તેઓ મોર્નિંગ વોક કરીને તેઓ તેમના ઘરથી સૌજન્ય એપાટમેન્ટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે જ ન્યુકોટન બાજુથી આવેલ અજાણી કારે તેમને ટક્કર હતી.

બનાવ બાદ કાર-ચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો

બનાવ બાદ કાર-ચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.બનાવમાં અમરચંદ રાજપૂતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે અમરાઈવાડી પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે વૃદ્ધનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો છે. તો બીજી તરફ પોલીસ કાર ચાલકને દબોચવા માટે cctvની પણ તપાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો