મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ચાંદખેડામાં કોમ્બિંગ નાઈટ દરમ્યાન કાર ચાલક નબીરાએ બે પોલીસકર્મીઓને ઢસડ્યા

અમદાવાદ શહેરમાં હાલમાં પોલીસની કોમ્બિંગ નાઈટ ચાલી રહી છે અને આ નાઈટ દરમિયાન પોલીસ વાહન ચેક

અમદાવાદ: ચાંદખેડામાં કોમ્બિંગ નાઈટ દરમ્યાન કાર ચાલક નબીરાએ બે પોલીસકર્મીઓને ઢસડ્યા

અમદાવાદ શહેરમાં હાલમાં પોલીસની કોમ્બિંગ નાઈટ ચાલી રહી છે અને આ નાઈટ દરમિયાન પોલીસ વાહન ચેકિંગ કરતી હોય છે ત્યારે પોલીસ દ્વારા વાહન ચેકિંગના સમયે અમુક શખ્સો પોલીસથી બચવા અવનવા નાટકો કરતા હોય છે.

ચાંદખેડામાં કાર ચાલકે બે પોલીસકર્મીઓને ઢસેડ઼્યા

આવી જ એક ઘટના અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બની જેમાં પોલીસકર્મીને એક કિમી સુધી કાર ચાલકે બોનેટ પર સુવડાવીને ઢસેડયા હતા. જેમાં ફોર્ચ્યુનર કારચાલક ફુલ સ્પીડમાં આવી રહ્યો હતો અને તેની કાર ચેકિંગ માટે રોકે તે પહેલા કારથી પોલીસકર્મીઓને ઢસેડી દીધા હતા.

આ પણ વાંચો: VIDEO: ઉમરેઠમાં મહિલા ચીફ ઓફિસરને શખ્સે જાહેરમાં માર્યા લાફા, જાનથી મારી નાખવાની આપી ધમકી

પોલીસે આરોપીની ધરપકડ કરી

આસપાસના લોકો બચાવવા માટે દોડ્યા પણ કાર ચાલક નબીરાને એવો પાવર હતો કે દૂર સુધી આ પોલીસ કર્મીઓને બોનેટ પર બેસાડી લઈ ગયો હતો,સમગ્ર ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે ગુનો નોંધી કારને પણ જપ્ત કરી છે.

આ સમાચાર શેર કરો