બનાસકાંઠા: રણુજા દર્શન કરી પરત ફરતા હાઈવે પર નડ્યો અકસ્માત, કારમાં સવાર પતિ-પત્ની સહિત ત્રણના મોત
બનાસકાંઠાના છાપી હાઈવે નજીક કાર ડિવાઇડર સાથે ભટકાઇ જતાં ગાડીમાં સવાર પાંચ લોકો પૈકી પતિ-પત્ની સહિત ત્રણનાં ઘ

બનાસકાંઠાના છાપી હાઈવે નજીક કાર ડિવાઇડર સાથે ભટકાઇ જતાં ગાડીમાં સવાર પાંચ લોકો પૈકી પતિ-પત્ની સહિત ત્રણનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મહેસાણાના દેદિયાસણમાં રહેતો સુથાર પરિવાર રણુજા ખાતે બાબા રામદેવપીરનાં દર્શન કરવા ગયો હતો. ત્યારે આજે પરત ફરતાં બનાસકાંઠાના છાપી હાઈવે નજીક કાર ડિવાઇડરમાં ઘૂસી ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકો પૈકી પતિ-પત્ની સહિત ત્રણનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના પગલે કારનો કચ્ચરઘાણ નિકળી ગયો
અકસ્માત સર્જાતા સ્થાનિકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠાં થઇ ગયાં હતાં. જ્યારે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માતના પગલે કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો.
મૃતકોની યાદી
1.વિનુભાઈ ચિમનલાલ સુથાર
2.ગીતા બેન વિનુભાઈ સુથાર
3.સંજયભાઈ ચંદુભાઈ સુથાર








