Amreli : સાવરકુંડલા-મહુવા રોડ પર અકસ્માતમાં કિશોરનું સારવાર દરમ્યાન મોત
અમરેલી જિલ્લામાં અક્સ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં અમરેલી -

અમરેલી જિલ્લામાં અક્સ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં અમરેલી - સાવરકુંડલા મહુવા રોડ ઉપર બે દિવસ પહેલા મોડી રાતે થયેલા એક અકસ્માતના બનાવમાં કિયા કારના ચાલકે બે બાઈકચાલકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પૈકી એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નિપજતા મોતનો આંકડો બે પર પહોંચ્યો છે.
અમરેલી - સાવરકુંડલા મહુવા રોડ ઉપર બે દિવસ પહેલા મોડી રાતે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં એક કિયા કારના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી હંકારી બે બાઈકચાલકને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પાંચ લોકોને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી આજરોજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત 14 વર્ષીય કિશોર જય અજીતભાઈ જોશીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જે બાદ અકસ્માતની ઘટનામાં મોતનો આંકડો બે પર પહોંચ્યો છે. કારચાલકને સાવરકુંડલા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી કારચાલકને બનાવ સ્થળ પર લઈ જઇ પંચનામાંની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.




