મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ટ્રાફિક ભંગ કરનારાનું લાઈસન્સ કરો રદ, રોંગ સાઇડ ચલાવાતા લોકોને કાયદાનું કરાવો ભાન- હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા તેમજ હેલ્મેન્ટ નહીં પ

અમદાવાદ: ટ્રાફિક ભંગ કરનારાનું લાઈસન્સ કરો રદ, રોંગ સાઇડ ચલાવાતા લોકોને કાયદાનું કરાવો ભાન- હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ શબ્દોમાં  જણાવ્યું હતું કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા તેમજ હેલ્મેન્ટ નહીં પહેરનારાઓ સામે સખ્ત પગલાં લેવા જોઈએ. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે ટેકનોલોજીની મદદ લેવા પણ સૂચન કર્યું હતું.

ગેરકાયદે પાર્કિંગ-રોંગ સાઇડ ડ્રાઇવીંગ સામે હાઇકોર્ટની લાલ આંખ

જાહેર રસ્તા અને ફૂટપાથ પર થતાં ગેરકાયદે પાર્કિંગ અને રોંગ સાઇડ ચલાવાતા વાહનો મુદ્દે હાઇકોર્ટે લાલ આંખ કરતાં જણાવ્યું કે,'આવા લોકો સામે પગલા લેવાનો સમય આવી ગયો છે. લોકોને રોંગ સાઇડમાંથી પસાર થવામાં જાણે કે આનંદ આવે છે. ઈ ચલણના ઠગલાબંધ કેસો પડતર છે અને તેના માટે એક મેજીસ્ટ્રેટની અલગ કોર્ટ ચાલે છે. ટ્રાફિક ભંગના ગુનામાં લાયસન્સ 20 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવું જોઇએ.

લોકો એટલા બિન્દાસ છે કે પોતાના જીવ સાથે રમત રમી રહ્યા છે, પરંતુ તેઓ બીજાના જીવ સાથે રમત રમી શકે નહી. ખાલી ચલણ આપાવથી કોઈ સુધારો નહીં આવે, તમારે આવા લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવા જોઈએ અને લાઈસન્સ સસ્પેન્ડ કરવા જોઈએ. હાઈકોર્ટના આ સૂચન પછી રાજ્ય સરકારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓના લાઈસન્સ સસ્પેન્ડ કરવાની ખાતરી આપી હતી.

હાઈકોર્ટે કયા મુદ્દા પર સરકારને સત્વરે કાર્યવાહી કરવા જણાવ્યું?

•શહેરમાં ટ્રાફિકના નિયમો અને કાયદાકીય જોગવાઇઓનું ચુસ્તપણે પાલન કરાવો

•શહેરના વિકાસ માટે યોગ્ય પ્લાનીંગ કરવા માટે નિષ્ણાતોની સલાહ અને અભિપ્રાય મેળવવા

•પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ વેળાસર ભરી દેવી

•શહેરના વિકાસનું આયોજન 5-10 વર્ષને ઘ્યાનમાં રાખીને નહી પરંતુ આગામી 50 વર્ષને ઘ્યાનમાં રાખીને કરવુ

•ટ્રાફિક નિયમોની ચુસ્તતાપૂર્વક, ઝડપી અને અસરકારક અમલવારી માટે ટેકનોલોજીની મદદ લેવી

અમદાવાદ શહેરમાં દ્રિચક્રી વાહનો માટે વાહન ચલાવનાર અને તેની પાછળ બેસનારા માટે હેલ્મેટના નિયમનું ફરજિયાતપણે પાલન કરાવવા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને અગાઉ કરેલા નિર્દેશ બાદ પણ તેની કોઈ અમલાવરી નહી દેખાતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે નારાજગી વ્યક્ત કરી હતી.

આ સમાચાર શેર કરો