મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શિક્ષક-ક્રિકેટરો પછી BZના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની IPS અધિકારી સાથે તસવીર વાયરલ

ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા BZ ફાઇનાન્સના નામે પોન્ઝી સ્કીમ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ

શિક્ષક-ક્રિકેટરો પછી BZના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની IPS અધિકારી સાથે તસવીર વાયરલ

ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા BZ ફાઇનાન્સના નામે પોન્ઝી સ્કીમ દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના  શિક્ષક-ક્રિકેટર બાદ હવે એક IPS અધિકારી સાથેની તસવીરો વાયરલ થઇ છે.

BZના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની IPS અધિકારી સાથેની તસવીરો વાયરલ

BZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા એન્ડ કંપનીએ સાબરકાંઠા અને ગુજરાતમાં અનેક જગ્યાએ 6000 કરોડ કરતા વધુની ઠગાઇ આચરી છે. CID ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી રાજકીય નેતાઓ, ક્રિકેટર અને બોલિવૂડ સ્ટાર સાથેનું સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું છે. હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને IPS અધિકારી સાથેની તસવીરો વાયરલ થઇ છે. IPS અધિકરી નરેન્દ્રસિંહ કોમર સાથેની ભૂપેન્દ્રસિંહ ઝાલાની તસવીર વાયરલ થઇ છે. જોકે, આ વાયરલ થયેલી તસવીરની GSTV કોઇ પૃષ્ટી કરતું નથી.

BZ કૌભાંડને લઈ CID ક્રાઈમની પ્રેસ

CID ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, BZ ગ્રૂપની પોન્ઝી સ્કીમમાં કેટલાક ક્રિકેટરોએ રોકાણ કર્યુ છે. બિટકોઈનમાં પણ ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. પોન્ઝી સ્કીમમાં શિક્ષકોનું રોકાણ વધારે છે. આરોપી ઝાલા દ્વારા ટૂંકા સમયમાં જ 22 જેટલી મિલકત વસાવી છે. મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલની શોધખોળ ચાલુ છે. આરોપી ઝાલાની 12 મિલકત સામે કાયદેસરની કાર્યવાહી થશે. સોશિયલ મીડિયા પર BZ ગ્રૂપની પોન્ઝી સ્કીમ મામલે કોઈપણ પ્રકારની જાહેરાત કરનાર સામે કાર્યવાહી થશે. ક્રિકેટરોએ કોના દ્વારા નાણાં રોકયા તેની તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: BZ કૌભાંડ: ક્રિકેટરોનું ઇન્વેસ્ટમેન્ટ, ક્રિપ્ટોમાં 40 કરોડ બેલેન્સ, 22 મિલકત વસાવી; CID ક્રાઈમનો મોટો ખુલાસો

શું છે ઘટના?

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવડીમાં રહેતા BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થતાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમ દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે. શંકાસ્પદ વ્યવહારો અને કૌભાંડ મામલે ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા BZ GROUP વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર કૌભાંડમાં અંદાજિત 14 હજારથી વધુ લોકો ભોગ બન્યા છે. 

આ સમાચાર શેર કરો