મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BZ કૌભાંડ: ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાતા મદદગારો-નેતાઓમાં ફફડાટ

BZ ગ્રુપના 6000 કરોડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. ભૂપે

BZ કૌભાંડ: ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાતા મદદગારો-નેતાઓમાં ફફડાટ

BZ ગ્રુપના 6000 કરોડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને સાત દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. ભુપેન્દ્રસિંહ ઝાલા પકડાતા તેના મદદગારો, માર્કેટીંગ કરનારા રાજકીય નેતાઓ, પદાધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાતા મદદગારો-નેતાઓમાં ફફડાટ

BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાતા મદદગારો-નેતાઓમાં ફફડાટ ફેલાયો છે. સૌ પોતાનું નામ ન આવે તેવા પ્રયાસો કરી રહ્યા હોવાની ચર્ચાઓ પણ જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની છે. 

રોકાણકારોના ઉઘરાવેલા 94.22 કરોડના હિસાબનો તાગ પણ મેળવાશે

CID ક્રાઇમની તપાસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બી.ઝેડ ફાયનાન્સિયલ સર્વિસ, બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ, બીઝેડ પ્રોફિટ પ્લસ, બીઝેડ મલ્ટી ટ્રેડ બ્રોકરેજ સર્વિસના બેન્ક ખાતામાં કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. આ ચાર કંપનીના ઓડિટ રિપોર્ટ મુજબ ભૂપેન્દ્રસિંહ ઝાલાને બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં 31.3.2024 સુધી રોકાણકારો પાસેથી ઉઘરાવેલા 94.22 કરોડ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.

આ પણ વાંચો: BZ કૌભાંડ: પાપોનું પ્રાયશ્ચિત કરવા બગલામુખીના દર્શને ગયો હતો ભુપેન્દ્રસિંહ ઝાલા

ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી ધરપકડ કરવામાં આવી

સીઆઈડી ક્રાઈમના આર્થિક ગુના નિવારણ શાખાની ટીમની સાથે સ્ટેટ સાયબર ક્રાઈમના કર્મીઓ પણ ટેકનીકલ તપાસ માટે જોડાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ કુલ 3 અલગ અલગ ટીમના સભ્યોએ મહેસાણાના ભાંડુ ગામમાં રહીને રેકી કરી હતી. ગામમાં રહેલી ટીમ સતત ટેકનિકલ સર્વેલન્સમાં રહેલી ટીમના સંપર્કમાં હતી. પરંતુ આરોપીનું ચોક્કસ લોકેશન ન મળી આવતા આખરે ત્રણ દિવસ સુધી ટેકનિકલ ટીમે ડીપ સર્ચ કર્યુ હતું અને ફાર્મ હાઉસનું લોકેશન મળી આવતા ભુપેન્દ્રસિંહને ઝડપી લેવાયો હતો.

આ સમાચાર શેર કરો