Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : BZ scam: Bhupendra Jhala had a special relationship with a female PI

BZ કૌભાંડઃ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના મહિલા PI સાથે હતા ખાસ સંબંધ, સગાઈ સુધી પહોંચી હતી વાત- સૂત્રો

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2024
લાઇવ ટીવીGoogle News
BZ કૌભાંડઃ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના મહિલા PI સાથે હતા ખાસ સંબંધ, સગાઈ સુધી પહોંચી હતી વાત- સૂત્રો

BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડમાં ઝડપાયેલા ભુપેન્દ્ર ઝાલાના એક મહિલા PI સાથે અંગત સંબંધો હોવાનો ખુલાસો થયો છે. સૂત્રો  પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભુપેન્દ્રસિંહ ઝાલા અને મહિલા PI નજીકના દિવસોમાં સગાઈ કરી લગ્ન પણ કરવાના હોવાનો ખુલાસો થયો છે. મહત્ત્વનું છે કે, ઝાલાની મહેસાણાના દવાડથી ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે. 

App Store

અનેક પોલીસ કર્મીઓનું BZ ગ્રુપમાં છે રોકાણ!

અમદાવાદ,સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અનેક પોલીસ કર્મીઓએ પણ BZ ગ્રુપમાં વધુ પૈસા કમાવવાની લાલચે રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. BZ ગ્રુપના કૌભાંડ મામલે તપાસનો રેલો પોલીસ અધિકારીઓ સુધી પણ પહોંચ્યો છે. સીઆઈડી ક્રાઈમની ટીમે અગાઉ હિંમતનગરમાં પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પોલીસ અધિકારી ગુજરાત પોલીસમાં પીઆઈ તરીકે ફરજ તરીકે બજાવે છે. હિંમતનગર-ઈડર રોડ પર આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરના બંગલામાં તપાસ કરાઈ હતી. જો કે સર્ચ દરમિયાન સીઆઈડી ક્રાઈમને કોઈ જ શંકાસ્પદ વસ્તુઓ હાથ લાગી નહોતી. કહેવાય છે કે, આ એ જ મહિલા પોલીસ અધિકારીનો બંગલો હતો, જેમના ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે ખાસ સંબંધો હોવાનું સૂત્રો  દ્વારા કહેવાઈ રહ્યું છે. આ પીઆઈ પાસે રહેલી બ્લેક વૈભવી કાર ગાયબ છે. સૂત્રો દ્વારા જાણકારી મળી હતી કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાના કર્મચારીના નામે ખરીદવામાં આવેલી કાર પોલીસ ઇન્સ્પેક્ટરને ભેટમાં અપાઈ હતી. વૈભવી કારને લઈને પણ સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે.

ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બી ઝેડ ફાઇનાન્સના નામે અલગ અલગ કંપનીઓ બનાવીને ઓફિસો શરૂ કરીને રોકાણ પર બમણા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું મહાકૌભાંડ આચરનાર ભુપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લેવામાં આવ્યો છે. ટેકનીકલ સર્વેલન્સને આધારે મહેસાણા જિલ્લાના વિસનગર નજીક આવેલા દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.હવે આ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ BZ કૌભાંડ: CIDની તપાસમાં મોટો ધડાકો, 10-12 હજારના પગારદારોના ખાતામાંથી મળ્યા લાખોના ટ્રાન્જેક્શન

મહત્ત્વપૂર્ણ છે કે, CID ક્રાઇમને  હિંમતનગરમાં બીઝેડના નામે ચાલતા પોન્ઝી સ્કેમ અંગેની અરજી મળી હતી. જેના આધારે તપાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જો કે પોલીસ ફરિયાદ નોંધીને ધરપકડ કરે તે પહેલા જ ભુપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઇ ગયો હતો. આ દરમિયાન પોલીસે તેના મુખ્ય એજન્ટ મયુર દરજી સહિત અનેક એજન્ટોની ધરપકડ કરીને ભુપેન્દ્રસિંહની ઝડપી લેવા માટે અન્ય રાજ્યોમાં પણ તપાસ કરવાની સાથે લુક આઉટ નોટિસ પણ જાહેર કરી હતી. 

અનેક ચોકાવનારા ખુલાસા થઇ શકે

બીજી તરફ ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થતા હવે તેની પુછપરછમાં અનેક ચોકાવનારી વિગતો સામે આવવાની શક્યતા છે. કરોડો રૂપિયાના કૌભાંડની રકમમાંથી તેણે હિંમતનગરમાં સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા ગ્રોમોરની ખરીદીની ડીલ કરી હતી. જે પૈકી તેણે રૂપિયા ૨૮ કરોડનો પ્રથમ હપ્તો પણ ટ્રસ્ટીઓને ચુકવ્યો હતો. પરંતુ, ગ્રોમોર એજ્યુકેશનની મિલકતોને ગીરવે મુકીને ૧૦ કરોડ  રૂપિયા બીઝેડ ફાઇનાન્સમાં ટ્રાન્સફર કર્યા હતા. આ કેસની તપાસમાં પોલીસે ૧૦ કરોડ રૂપિયા લક્ઝુરીયસ કાર અને કરોડો રૂપિયાની મિલકતો જપ્ત કરી હતી.