Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : BZ scam: setback in CID investigation, transactions worth lakhs from accounts of employees

BZ કૌભાંડ: CIDની તપાસમાં મોટો ધડાકો, 10-12 હજારના પગારદારોના ખાતામાંથી મળ્યા લાખોના ટ્રાન્જેક્શન

Timeછેલ્લું અપડેટ : 27 Dec 2024
લાઇવ ટીવીGoogle News
BZ કૌભાંડ: CIDની તપાસમાં મોટો ધડાકો, 10-12 હજારના પગારદારોના ખાતામાંથી મળ્યા લાખોના ટ્રાન્જેક્શન

રાજ્યભરમાં 6 હજાર કરોડથી વધુના કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. BZ ફાઇનાન્સના કૌભાંડને લઈને કોર્ટમાં મહત્વના ખુલાસા થયા છે. CID ક્રાઇમે 360 કરોડના બેંક વ્યવહાર સાથે જ 52 કરોડના રોકડ વ્યવહારના ચોપડાનો ઘટસ્ફોટ કોર્ટમાં કર્યો હતો. પોલીસ તપાસમાં અત્યારસુધી 360,72,65,524 બેંક ટ્રાન્ઝેક્શન અને 52,00,00,000 રોકડ હિસાબ પણ સીઆઈડી ક્રાઈમના હાથે લાગ્યા છે. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પકડાયેલા 6 આરોપીની જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પી એમ ત્રિવેદી દ્વારા કોર્ટમાં દલીલ કરી હતી.

App Store

આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજી ₹ 4 કરોડથી વધુ ઉઘરાવ્યા

BZ કૌભાંડ મામલે આરોપી મયુર દરજીની અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી જેમાં CID ક્રાઈમે જણાવ્યું હતું કે મુખ્ય એજન્ટ મયુર દરજીનાં SBI એકાઉન્ટમાં 20 લાખ 4 હજાર BZની માલપુર બ્રાન્ચમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા. તેના બીજા SBI એકાઉન્ટમાં 60 હજાર રૂપિયા BZનાં એકાઉન્ટમાં ગયા હતા. મયુર દરજીની માતા મીનાબેનના BOB એકાઉન્ટમાં 9 લાખની ટ્રાન્જેક્શન હિસ્ટ્રી મળી આવી છે. આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજીના બેંક એકાઉન્ટમાંથી ₹.29.64 લાખથી વધુની હેરફેર થઇ છે. સર્ચ દરમિયાન આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજી ₹.4 કરોડથી વધુ ઉઘરાવ્યા હોય તેવા રેકોર્ડ પોલીસને હાથ લાગ્યો છે. અન્ય પરિજનોનાં કહેવાથી ₹.9.90 લાખની પણ ટ્રાન્જેક્શન હિસ્ટ્રી મળી છે. જુદા જુદા 3 ચેક મારફતે 29.60 લાખ રૂપિયાની ઉપાડ પણ CID ક્રાઈમની તપાસમાં સામે આવી છે. મયુર દરજીના એકાઉન્ટ અને રોકડ તરીકે અત્યાર સુધી 59 લાખ 24 હજાર રૂપિયાની હેરફેર મળી આવી છે. મયુર દરજી અને તેના પિતા પાસે રહેલી લક્ઝુરિયસ ગાડી મામલે પણ સરકારી વકીલે સવાલ ઉઠાવ્યા હતા. કોઈપણ જાતની સોર્સ ઓફ ઇન્કમ બતાવ્યા વિના વપરાતી ગાડી મામલે દલીલો થઇ હતી.

BZ ગ્રુપની ઓફિસમાં કામ કરતા સફાઈકર્મી અને પટાવાળાની તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો

રાજ્યભરમાં 6 હજાર કરોડથી વધુના BZ ગ્રુપના કૌભાંડ મામલે CID ક્રાઇમે ત્યાસુધી પકડાયેલા 6 આરોપીઓ મામલે ઘડાકો કરતા કહ્યું હતું કે, આ કૌભાંડમાં વિવિધ 6 લોકોના રોલ અને તેમની સાથે સંકળાયેલી વિગતો સામે આવી છે.

  1. રાહુલ રાઠોડ મહિને 10 હજાર પગારથી BZ ઓફિસમાં નોકરી કરતો હતો. તેના બેંક ખાતામાંથી અત્યાર સુધી 10,91,472 અને કેશ વ્યવહારમાં 17.40 લાખની હિસ્ટ્રી સામે આવી છે.
  2. પકડાયેલા બીજા આરોપી વિશાલ ઝાલા BZ ઓફિસમાં 12,500 પગારથી નોકરી કરતો હતો. તેના ખાતામાં 19,77,676 અને 19 કરોડથી વધુની રોકડ હેરફેર મળી આવી છે. આ ઉપરાંત 1 કરોડ 85 લાખનું આંગળિયું પણ મળી આવ્યું છે.
  3. ત્રીજો આરોપી રણવીર ચૌહાણ BZ ઓફિસમાં 12000 પગારદાર હતો અને ત્યાં 4 મહિનાથી નોકરી કરતો હતો. તેના બેન્ક એકાઉન્ટમાંથી 13,35,000 હજારનું ટ્રાન્જેક્શન મળી આવ્યું છે.
  4. ચોથો આરોપી સંજય પરમાર BZ ઓફિસમાં 7000 પગાર પર 8 મહિનાથી સફાઈકર્મી તરીકે નોકરી કરતો હતો. તેના બેંક એકાઉન્ટમાંથી 4,54,000 ઉપરાંત 1 કરોડ 56 લાખ રોકડ અને 60 લાખનું આંગળિયું મળી આવ્યું છે.
  5. પાંચમો આરોપી દિલીપ સોલંકી BZ ઓફિસમાં 10 હજાર પગાર પર 8 મહિનાથી પટાવાળા તરીકે નોકરી કરતો હતો. તેના બેન્ક ખાતામાં 10,072 અને 1 કરોડ 20 લાખની રોકડ હેરફેર મળી આવી છે.
  6. છઠ્ઠો આરોપી આશિક ભરથરી BZ ઓફિસમાં 7000 પગાર પર સફાઈનું કામ કરતો હતો. તેના બેંક ખાતામાંથી 8400 અને 44,98,000 રોકડ હેરફેર અને 8,04,620 આંગડિયાની હેરફેર મળી આવી છે.

ગુજરાતના 6000 કરોડ રૂપિયાના BZ કૌભાંડના ભાગેડુ આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે હવે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને  હાઇકોર્ટે ફગાવી દીધી છે. આ પહેલા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

ભુપેન્દ્રસિંહ ઝાલાના ભાઈની અટકાયત

ભુપેન્દ્રસિંહ ઝાલાના 6000 કરોડના કૌભાંડનો મામલે ભુપેન્દ્રસિંહના ભાઈ રણજીતસિંહ, ઝાલાના CA અને અન્ય એક કોલેજ સ્ટાફને CIDએ પૂછપરછ માટે ઉઠાવ્યા હતા. CIDએ રણજીતસિંહ ઝાલાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. ભૂખ્યાડેરા ગામમાંથી જ રણજીતસિંહ ઝાલાની અટકાયત કરવામાં આવી છે. રણજીતસિંહ ઝાલા ભુપેન્દ્રસિંહ ઝાલાના મોટાભાઈ છે. ફરિયાદના 1 મહિના બાદ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર છે. CIDની તપાસમાં ભુપેન્દ્રસિંહના બીઝનેસ અને રોકાણ સહિતની વિગતો બહાર આવવાની શક્તાઓ છે.

BZ સાથે સંકળાયેલ દલાલોની યાદી અને દસ્તાવેજો મળ્યા

BZ કૌભાંડની તપાસમાં સીઆઇડી ક્રાઇમની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જેમાં કમિશન પર રોકાણ લાવતા જમીન દલાલોની યાદી મળી આવી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બીઝેડ ફાઈનાન્સના નામે કંપની ખોલીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે ફરાર ભુપેન્દ્રસિંહ ઝાલા અંગે હજુ સુધી કોઇ મહત્વની કડી મળી નથી. પરંતુ, સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ જપ્ત કરેલા દસ્તાવેજોમાં અનેક એજન્ટોના નામ મળ્યા હતા. મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલા જમીન દલાલોને રોકાણ લાવવા પર પાંચ થી દસ ટકા કમિશન આપતો હતો જેમાં અનેક એજન્ટ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને હિંમતનગરના જમીન દલાલો હોવાની વિગતો ખુલી છે. ભુપેન્દ્રસિંહ તેમને રોકાણ લાવવા પર 10 ટકા સુધી કમિશન આપતો હતો. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બીઝેડ લોકોને રોકાણ લાવવા પર 10 ટકા કમિશન ઉપરાંત, પ્રવાસ, મોબાઈલ ફોન સહિતની ભેટ આપવાની લાલચ આપી હતી. પોલીસને બીઝેડ માટે કામ કરતા 30 જેટલા મોટા જમીન દલાલોની યાદી મળી છે. જેમણે 50 કરોડથી વધારે રકમ ફાઈનાન્સના નામે અનેક કંપનીઓ શરૂ કરીને રોકાણ પર બમણું વળતર આપવાનું કહીને છ હજાર કરોડ રૂપિયાની છેતરપિડીં આચરવાના કૌભાંડમાં પોલીસે અનેક એજન્ટો તેમજ માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ગાલા વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે. જેમાં અત્યાર સુધી અનેક મોટા ખુલાસા થયા છે. આ કેસની તપાસ દરમિયાન પોલીસે અનેક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે ભુપેન્દ્રસિંહે વધુને વધુ રોકાણ લાવવા માટે જમીન દલાલી સાથે સંકળાયેલા ભુપેન્દ્રસિંહને આપી હતી. આ જમીન દલાલો અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર અને મહેસાણના હોવાનું જાણવા મળ્યું છે.

સુત્રોના જણાવ્યા મુજબ ભુપેન્દ્રસિંહ આ રકમ સીધી બીઝેડના એકાઉન્ટમાં લેવાને બદલે અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવીને રોકડમાં લેતો હતો. જ્યારે મોટાભાગના વ્યવહારો બિલ્ડરના એકાઉન્ટમાં થયા હતા, ત્યારે જમીન દલાલ એજન્ટોની પુછપરછમાં અનેક વિગતો બહાર આવવાની શક્યતા છે.

14 હજારથી વધુ લોકો BZ કૌભાંડમાં બન્યા ભોગ

BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થતાં ગાંધીનગર CID ક્રાઈમની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. સમગ્ર કૌભાંડમાં અંદાજિત 14 હજારથી વધુ લોકો ભોગ બન્યા છે.

ગુજરાતમાં 6000 કરોડનું કૌભાંડ આચરનારા BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્યમાં આગોતરા જામીન અરજી કરી હતી. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ બાદ હાઈકોર્ટમાંથી પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન નામંજૂર કરવામાં આવી હતી.

BZ ગ્રુપમાં અનેક અધિકારી-રાજકારણીઓએ કર્યું રોકાણ

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રાજકીય કારકિર્દી બનાવવા માટે અનેક રાજકારણીઓ સાથે સંબંધ રાખ્યા હતા. અવાર નવાર ભૂપેન્દ્રસિંહ ઝાલા ગાંધીનગર સચિવાલયમાં અનેક અધિકારીઓને મળતા હતા. આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના અનેક અધિકારીઓએ BZ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડની તપાસ  CID ક્રાઇમ કરી રહી છે. BZ કૌભાંડની તપાસ પર PMOની પણ નજર છે.

માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાએ રાજકીય પોતાની રાજકીય ઇમેજને મજબુત કરીને રોકાણકારોમાં વાતો ફેલાવી હતી કે તેની કંપનીમાં રાજકીય વ્યક્તિઓ દ્વારા કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. જેથી રાજકીય વ્યક્તિ સાથે સંકળાયેલા સામાન્ય લોકોએ તેમની બચતના નાણાં BZ ફાઇનાન્સમાં રોકી દીધા હતા.

'કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે' - BZ કૌભાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

BZ કૌભાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નિવેદન સામે આવ્યું છે જેમાં તેમને જણાવ્યું હતું કે, “BZ નામે ચાલતા જે પોન્ઝી સ્કીમ છે, કોઇ પણ પ્રકારે કોઈ પણ છૂટછાટ વગર કોઈપણ ફરિયાદ વગર આ પ્રકારે જાણકારી પોલીસને પ્રાપ્ત થઇ, ભૂપેન્દ્ર પટેલની સરકાર જ આ કામ કરી શકે છે. કોઈપણ વ્યક્તિ હોય કેવા પણ વ્યક્તિ હોય, રાજ્યના નાગરિકોને નુકસાન કરતા હોય તો કોઈ નાગરિકની ફરિયાદ વગર એના કૌભાંડને ધ્યાન પર આવતા CID ક્રાઇમ દ્વારા કડકમાં કડક પગલાં ભરવામાં આવ્યા છે. નાગરિકોનું અહિત કરતા હોઈ તેવા કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે.”

કૌભાંડ પકડાતા ભાજપે છેડો ફાડ્યો

સાબરકાંઠા - અરવલ્લી જિલ્લામાં બીઝેડ ગ્રુપના CEO ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા થયેલ કરોડો રૂપિયાના કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી. સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલે કહ્યું કે, ‘ભુપેન્દ્રસિંહ ઝાલા પક્ષનો પ્રાથમિક સભ્ય હોઈ શકે છે. દેશભરમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન સમયે ભાજપનો સભ્ય બન્યો હશે. ભાજપમાં કોઈ હોદ્દો ભુપેન્દ્રસિંહ ઝાલા ધરાવતો નથી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ ધારાસભ્યો અને મંત્રીઓને જ્યારે કાર્યક્રમમાં બોલાવ્યા હતા એ સમયે કોઈ ગુન્હામાં સંડોવાયેલ નહોતો. પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે’

4 કંપનીઓ, રૂ. 360 કરોડની તપાસ, 52 કરોડના ટ્રાન્જેક્શન -  સી.આઇ.ડી.ક્રાઇમ

સી.આઇ.ડી.ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, BZ FINANCIAL SERVICES તથા BZ GROUP ના CEO ભુપેંદ્રસિંહ પરબતસિંહ ઝાલા તથા અન્ય વિરૂદ્ધ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જે ગુનાની તપાસ હાલ ચાલી રહેલ છે. ભુપેંદ્રસિંહ ઝાલા દ્વારા (1) BZ FINANCIAL SERVICE (2) BZ INTERNATIONAL BROKING PRIVATE LTD (3) BZ PROFIT PLUS (4) BZ MULTI TRADE આમ કુલ 4 કંપનીઓ દ્વારા 2020થી 2024 દરમ્યાન વ્યવહારો તપાસતા આ ચારેય કંપનીઓના 16 બેંક ખાતાઓમા રોકાણકારોએ કુલ રૂ.360,72,65,524/- નું રોકાણ થયેલ હોવાની વિગત સામે આવી છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા પ્રથમ રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરવા રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેંકો કરતા વધુ ઉંચું વળતર આપી રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરી કરોડો રૂપીયાનું રોકણ કરાવેલ હોવાના પુરાવા સી.આઈ.ડી.ક્રાઈમને મળ્યા છે.

CID ક્રાઈમની તપાસ દરમ્યાન આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાની ફકત એક જ બ્રાચમાંથી રોકડ વ્યવહારનું ટ્રાન્જેક્શન કુલ રૂપીયા 52,000,0000/- (બાવન કરોડ) રોકડા રોકાણકારોએ આપેલ હોવાનું સામે આવ્યું છે.

આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાએ કરોડો રૂપીયાની આંગડિયા પેઢી મારફતે હેરાફેરી કરી હવાલા કરેલાનું સી.આઈ.ડી.ક્રાઇમની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાએ રોકાણકારોના નાણાંમાંથી અલગ અલગ જગ્યાએ 17 જેટલી મિલ્કતો વસાવી છે, જે મિલ્કતોની બજાર કિંમત આશરે 10 કરોડથી વધુની થાય છે. જે મિલ્કતો સીઝ કરવામાં આવી છે. આરોપી ભુપેન્દ્રસિહ ઝાલાએ વસાવેલ વૈભવી અને મોઘીડાટ ગાડીઓ (1) Volvo Modal No.XC90 (2) Mercedes (3) Porsche car તથા આરોપી મયુર દરજીની FORTUNER અને HARRIER XT તમામ ગાડીઓ કબ્જે કરી છે જેની કિંમત આશરે 09 કરોડથી પણ વધારે છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે લુકઆઉટ નોટિસ

સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાનમાં દરોડા પાડીને અનેક મહત્ત્વના દસ્તાવેજ કરીને CID ક્રાઇમે વિધિવત ફરિયાદ નોંધવા સાથે આરોપી અને ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે L.O.C એટલે કે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે એક જ લાયસન્સ

ગુજરાતમાં 6000 કરોડનું કૌભાંડ આચરનારા BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્યમાં આગોતરા જામીન અરજી કરી હતી. જો કે અમદાવાદ ગ્રામ્યમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન નામંજૂર કરવામાં આવી છે. દલીલો દરમિયાન સરકારી વકીલે જણાવ્યું કે BZના CEO કોઇ પણ પ્રકારના લાઈસન્સ ધરાવતા નથીં. ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાં ધિરનારનું જ એકમાત્ર લાઇસન્સ જ છે. આ લાઈસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે. નાણાં ધીરનારમાં માત્ર નાણાં આપી શકે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોઇ પણ લાઇસન્સ કે પરમિશન વગર 11 કંપનીઓ ઊભી કરી છે અને રોકાણકારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. રોકાણ કરાવવા માટે એજન્ટોની પણ નિમણૂક કરવામાં આવી હતી.

આ એજન્ટોને BZ ગ્રુપ દ્વારા વિદેશની ટૂર, દેશમાં પ્રવાસનું પેમેન્ટ, વૈભવી કારની લાલચ, આઇફોન જેવી વસ્તુઓ કમિશન પેટે ગિફ્ટમાં આપી રોકાણકારોને વધુ આકર્ષવા માટે પ્રભાવિત કર્યા છે. રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેન્કો કરતા વધારે વ્યાજ આપવાની લાલચ આપવામાં આવતી હતી. 7 થી 18% વ્યાજ આપવાની લોભામણી જાહેરાત કરીને રોકાણકારોને વિશ્વાસમાં લેવામાં આવતા હતા.

ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલે કર્યો બચાવ

આ સાથે જ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલ તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ ગુનો GPID હેઠળ આવતો નથી. અરજદારના તમામ ખાતા જપ્ત કરવામાં આવ્યા છે. જો આ ખાતા જપ્ત રહેશે તો અરજદાર ચુકવણી નહીં કરી શકે. જો કોઇ રોકાણકારને ચુકવણી કરવામાં નહીં આવે તો લોકો ફરિયાદ કરશે. અરજદાર જેલની બહાર રહેશે તો જ રોકાણકારોના પૈસા પરત ચુકવી શકશે.

BZ ગ્રુપમાં અનેક અધિકારી-રાજકારણીઓએ કર્યું રોકાણ

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રાજકીય કારકિર્દી બનાવવા માટે અનેક રાજકારણીઓ સાથે સંબંધ રાખ્યા હતા. અવાર નવાર ભૂપેન્દ્રસિંહ ઝાલા ગાંધીનગર સચિવાલયમાં અનેક અધિકારીઓને મળતા હતા. આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના અનેક અધિકારીઓએ BZ ગ્રુપની પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડની તપાસ  CID ક્રાઇમ કરી રહી છે. BZ કૌભાંડની તપાસ પર PMOની પણ નજર છે.

માસ્ટર માઇન્ડ ભુપેન્દ્રસિંહ ઝાલાએ રાજકીય પોતાની રાજકીય ઇમેજને મજબુત કરીને રોકાણકારોમાં વાતો ફેલાવી હતી કે તેની કંપનીમાં રાજકીય વ્યક્તિઓ દ્વારા કરોડો રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. જેથી રાજકીય વ્યક્તિ સાથે સંકળાયેલા સામાન્ય લોકોએ તેમની બચતના નાણાં BZ ફાઇનાન્સમાં રોકી દીધા હતા.

શિક્ષિકાએ વિભાગની મંજૂરી વગર કર્યો વિદેશ પ્રવાસ

પ્રાથમિક શિક્ષિકાએ BZમાં રોકાણ કર્યું હતું કે કેમ? તે તપાસનો વિષય છે પરંતુ વિદેશ પ્રવાસ કરતા અગાઉ સરકારી કર્મચારીએ વિભાગના સક્ષમ વડાની પૂર્વ પરવાનગી લેવાની હોય છે જે લેવામાં આવી નથી.

એક પછી એક BZ ફાઇનાન્સિયલ સર્વિસ અને તેના ઓથા હેઠળ ચાલતી કંપનીઓમાં જિલ્લાના શિક્ષકો સાથે અન્ય વિભાગના કર્મચારી,રોજમદારો,વેપારીઓએ માતબર રકમનું રોકાણ કરી દર મહિને તગડું વ્યાજ બેન્ક એકાઉન્ટ મારફતે મેળવતા હતા. કેટલાક શિક્ષકોએ BZ ગ્રુપમાં રોકાણ કરી મોટું રોકાણકરનારાઓને વિદેશ પ્રવાસ કરાવાતો હોય છે. પોલીસ તપાસ અને સોશિયલ મીડિયાથી જાણવા મળ્યું છે કે રોકાણકાર સરકારી શિક્ષકોએ વિદેશ પ્રવાસ પણ કર્યા છે. આ પછી અલગ અલગ જિલ્લાના  પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ ખાનગી હેતુસર વિદેશ પ્રવાસ માટે સક્ષમ અધિકારીની NOC મેળવ્યા વગર વિદેશ પ્રવાસ ગયા હોવાથી તેમને ગુજરાત પંચાયત સેવા વર્તણૂંક નિયમો-1998ના નિયમ-3 (1) (2) (3)નો ભંગ કરેલ હોઇ ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો-1997 પેટાનિયમ-6 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન કરવી? તેવી તાકીદ કરવાની સાથે ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે.

BZ કૌભાંડમાં સામેલ કોઈ પણ શિક્ષકને છોડવામાં નહીં આવે - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા

જો કે આ મામલે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું છે કે, ‘BZ ગ્રુપના કૌભાંડમાં સામેલ કોઈપણ શિક્ષકને છોડવામાં નહીં આવે અને કોઈની ભલામણ પણ નહીં ચાલે. BZ પ્રકરણના શિક્ષકોની પણ સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સ્કીમમાં કોઈ શિક્ષણ જોડાયેલ હશે તો તેમને છોડવામાં નહીં આવે. શિક્ષક એન્જટ કે સભ્ય બન્યો હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તપાસના અંતે શિક્ષણ વિભાગ પણ કાર્યવાહી કરશે. પોલીસ જેના નામો આપશે તેમની સામે કાર્યવાહી થશે.’

શિક્ષકોની સંડોવણી સમયે આવશે તો થશે કાર્યવાહી - જિલ્લા શિક્ષણાધિકારી

ભૂપેન્દ્રસિંહ ઝાલાના BZ ગ્રુપના કરોડો રૂપિયાના કૌભાંડ સરકારી અધિકારીઓ, શિક્ષકો, પોલીસ અધિકારીઓ અને મોટામોટા બિઝનેસ ગ્રુપે રોકાણ કર્યાની આશંકા સેવાઈ રહી છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે આ કૌભાંડમાં મોટાભાગે શિક્ષકોએ રોકાણ કર્યું હતું. જો કે આ મામલે હજુ સુધી કોઈ રોકાણકાર સામે આવ્યો નથી. શિક્ષકોના રોકાણ અને એજન્ટની ભૂમિકા મામલે સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી કેયુર ઉપાધ્યાયની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમને કહ્યું છે કે, હજુ સુધી કોઈ શિક્ષકની ફરિયાદ સામે આવી નથી. શિક્ષક એજન્ટની ભૂમિકા ભજવતા હોવાનું સામે નથી આવ્યું. જો ફરિયાદ સામે આવશે તો તપાસ હાથ ધરાશે.’

પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં સીઆઈડી ક્રાઈમની તપાસ

BZ ગ્રુપના કૌભાંડ મામલે હવે તપાસનો રેલો પોલીસ અધિકારીઓ સુધી પહોંચ્યો છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા સાબરકાંઠામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમની ટીમે હિંમતનગરમાં પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ પોલીસ અધિકારી ગુજરાત પોલીસમાં પીઆઈ ફરજ તરીકે બજાવે છે. હિંમતનગર - ઈડર રોડ પર આવેલ પોલીસ ઇન્સ્પેક્ટરના બંગલામાં તપાસ કરાઈ હતી. જો કે સર્ચ દરમિયાન સીઆઈડી ક્રાઈમને કોઈ જ શંકાસ્પદ વસ્તુઓ હાથ લાગી નહતી. પીઆઈ પાસે રહેલી બ્લેક વૈભવી કાર પણ ગાયબ છે. સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના કર્મચારીના નામે ખરીદવામાં આવેલ કાર પોલીસ ઇન્સ્પેક્ટરને ભેટમાં અપાઈ હતી. વૈભવી કારને લઈને પણ સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી છે.

અલગ અલગ જિલ્લાઓમાં BZ ગ્રુપ વિરુદ્ધ નોંધાઈ રહી છે ફરિયાદ

CID ક્રાઈમ દ્વારા BZ કૌભાંડના પર્દાફાશ બાદ આ પોન્ઝી સ્કીમમાં હજારો રોકાણકરો હવે છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેને લઈને BZ ગ્રુપ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરિયાદ નોંધાઈ રહી છે. અત્યારસુધીમાં bz ગ્રુપ અને ભુપેન્દ્રસિંહ ઝાલા સામે પાટણ, અરવલ્લી, ખેડા, સાબરકાંઠામાં 4થી વધુ ફરિયાદ નોંધાઈ ચુકી છે. આવનાર સમયમાં આ કૌભાંડ મામલે વધુ ફરિયાદો નોંધવાની શક્યતાઓ છે જેને લઈને CID ક્રાઈમ સતર્ક બન્યું છે. 

11 કંપનીઓ રડારમાં, 27 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ

CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે મહાઠગ અને આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ રૂપીયાની હેરફેર માટે જુદી જુદી 11 જેટલી કંપનીઓ બનાવી હતી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ જુદી જુદી બેંકોમાં 27 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા જેમાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. CID ક્રાઇમની ટીમે આ તમામ એકાઉન્ટ હાલ તો ફ્રીઝ કરી તપાસ શરુ કરી છે. આ એકાઉન્ટ્સમાં રહેલી દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ પણ ફ્રીઝ કરવામાં આવી છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ 82 કરોડમાં જે કોલેજ ખરીદી હતી તે GROW MORE FAUNDATION ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. જેને લઈને પણ હાલ તપાસ શરુ કરવામાં આવી છે.