મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર બસ અને ટ્રેલરની ટક્કર; ટ્રેલર નીચે કચડાતા બે લોકોના મોત

રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર જેતપુરના નવાગઢ નજીક એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અને

રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર બસ અને ટ્રેલરની ટક્કર; ટ્રેલર નીચે કચડાતા બે લોકોના મોત

રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર જેતપુરના નવાગઢ નજીક એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલી ટક્કરમાં મચ્છી ભરેલું ટ્રેલર રોડ નીચે ખાબકતા બાઈક ચાલક અને અન્ય એક વ્યક્તિ તેના નીચે કચડાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને મૃતકોના અંગો શરીરથી છૂટા પડી ગયા હતા અને ઘટનાસ્થળે જ તેઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

આ અકસ્માતમાં જાન ગુમાવનાર ગોંડલનો 22 વર્ષીય યુવાન કરણ નિલેશભાઈ દાણીધારીયા પોતાની ભાણેજની 'હોળીની વાડ'નો પ્રસંગ પૂરો કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. કરણે અગાઉ જ પિતાની છત્રછાયા ગુમાવી હતી, અને હવે બે બહેનોએ પોતાનો એકમાત્ર ભાઈ ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અકસ્માતમાં ભાભલુભાઈ વાસુરભાઈ લાલુનું (ઉ.વ. 45, રહે. સરધારપુર, જેતપુર) પણ મોત નિપજ્યું છે.  અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો