મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: બોપલમાં બિલ્ડરના પુત્રે સિક્યુરિટી ગાર્ડને કચડ઼્યો, શખ્સનું ટક્કર બાદ મોત

અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. બોપલમાં બિલ્ડર મિલાપકુમાર શાહના દિકરાએ અકસ્માત સર્જ્યો

અમદાવાદ: બોપલમાં બિલ્ડરના પુત્રે  સિક્યુરિટી ગાર્ડને કચડ઼્યો, શખ્સનું ટક્કર બાદ મોત

અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે.  બોપલમાં બિલ્ડર મિલાપકુમાર શાહના દિકરાએ અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં પુરપાટ કાર ચલાવીને રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી હતી.  આ અકસ્માત 14 સપ્ટેમ્બરના રોજ થયો હતો. 

અકસ્માત કરનાર ગાડીના CCTV ફૂટેજમાં આરોપીની ઓળખ થઈ

આ અકસ્માતમાં કારચાલકે સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.હિટ એન્ડ રનની તપાસમાં કાર એક બિલ્ડરની હોવાનું તપાસમાં ખુલ્યું હતું. અકસ્માત કરનાર ગાડીના CCTV ફૂટેજમાં આરોપીની ઓળખ થઈ છે.બોપલ પોલીસે ગુનો દાખલ કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. 

15 તારીખે અમદાવાદના સાયન્સ સીટીમાં અન્ય એક હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો

ઉલ્લેખનીય છે કે આ પછી 15 તારીખે અમદાવાદના સાયન્સ સીટીમાં અન્ય એક હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો હતો. જેમાં મહિલા અને તેના પુત્ર પર કાર ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થયો હતો.

આ સમાચાર શેર કરો