મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara: મનપાના ઇતિહાસમાં પહેલીવાર દોઢ દિવસમાં બજેટની સભા પૂર્ણ, 7 કોંગ્રેસ કાઉન્સિલર સસ્પેન્ડ

વડોદરા મહાનગરપાલિકા (VMC) ના ઇતિહાસમાં પ્રથમ વખત વર્ષ 2026-27નું અંદાજપત્ર માત્ર દોઢ દિવસની ટૂંકી ચર્ચામાં પૂ

વડોદરા મહાનગરપાલિકા (VMC) ના ઇતિહાસમાં પ્રથમ વખત વર્ષ 2026-27નું અંદાજપત્ર માત્ર દોઢ દિવસની ટૂંકી ચર્ચામાં પૂર્ણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સભામાં થયેલા ભારે હોબાળા બાદ મેયર પિન્કીબેન સોનીએ વિપક્ષ કોંગ્રેસના તમામ 7 કાઉન્સિલરોને સભામાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

શું હતો સમગ્ર મામલો?

બજેટ સભા દરમિયાન કોંગ્રેસના મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા રજૂઆત કરી રહ્યા હતા ત્યારે સત્તાધારી પક્ષ દ્વારા આક્ષેપો થતા વાતાવરણ ગરમાયું હતું. વિપક્ષનો આક્ષેપ છે કે તેમને પૂરતો સમય આપવામાં આવ્યો નથી. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં મેયરે સાતેય સભ્યોને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.

મેયર પિન્કીબેન સોનીનું નિવેદન

"ગૃહની ગરિમા જાળવવી એ દરેક સભ્યની જવાબદારી છે. વારંવાર રજૂઆત અને સૂચના છતાં વિપક્ષના સભ્યો સાંભળવા તૈયાર ન હતા. જે સમય બોલવા માટે ફાળવવામાં આવ્યો હતો તેના કરતા વધુ સમય બગાડી સભા ખોરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. નાછૂટકે મારે આ કઠોર નિર્ણય લેવો પડ્યો છે."

વિપક્ષનો વળતો પ્રહાર

વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, "મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં મને પ્રથમ વખત સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સત્તાધારી પક્ષ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા ટાળવા માંગે છે અને તેથી જ લોકશાહીનો અવાજ દબાવવા માટે આ માર્ગ અપનાવ્યો છે. હવે અમે બજેટની તમામ વિગતો સીધી જ જનતા સુધી પહોંચાડીશું."

આ સમાચાર શેર કરો