મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં એક જ દિવસમાં બે યુવકોની હત્યા, બન્ને ઘટનામાં ચોરીની આશંકા રાખી કરાયો હુમલો

અમદાવાદના બે વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. ગુનેગારોને કાયદાનો કોઈ ભય જ નથી તેવો ઘાટ સર્જાયો છે. છેલ્લા

અમદાવાદમાં એક જ દિવસમાં બે યુવકોની હત્યા, બન્ને ઘટનામાં ચોરીની આશંકા રાખી કરાયો હુમલો

અમદાવાદના બે વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. ગુનેગારોને કાયદાનો કોઈ ભય જ નથી તેવો ઘાટ સર્જાયો છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરના કેટલાક વિસ્તારોમાં અસામાજીક તત્વોનો આંતકની ઘટના પણ સતત સામે આવી રહી છે. અમદાવાદના વટવા અને મણિનગરમાં બે યુવાનોની કરપીણ હત્યા કરી નાખવાની ઘટના સામે આવી છે.

 વટવા વિસ્તારમાં મોબાઈલ ચોરીની ઘટનામાં 22 વર્ષીય યુવકની હત્યા

મળતા અહેવાલ પ્રમાણે શહેરમાં  વટવા વિસ્તારમાં મોબાઈલ ચોરીની ઘટનામાં 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી ચાલવતા લોકોએ યુવકની હત્યા કરી છે. યુવકને મોબાઈલ ચોરી કર્યા હોવા બાબતે ઢોર માર માર્યો હતો. માર મારીને કચરાની ગાડીમાં મૃતદેહને ફેંકી દીધો હતો. બનાવને જોનારા વ્યક્તિના નિવેદનના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.રાજ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. વટવા પોલીસે આ મુદ્દે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મણિનગરમાં પથ્થર વડે યુવાનની હત્યા

મણિનગરમાં પાના પક્કડ ચોરીની આશંકાએ યુવકની હત્યા કરવામાં આવી છે. અશોક કટારા નામના યુવકે પંકજ નામના યુવકની હત્યા કરી હતી.આરોપીએ પથ્થરથી હુમલો કરીને યુવકને છૂંદી નાખીને કરપીણ હત્યા કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ફરિયાદી યુવકને પણ પથ્થર મારી ઈજા પહોંચાડી હતી.મણીનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો