ભરુચમાં બનેવીના ઘરે સાળાએ કરી 'કળા', ઉત્તરાયણ કરવાના નામે રોકડા-દાગીનાની કરી ચોરી
ભરૂચના અમનાઘર સોસાયટીમાં રહેતાં અને દહેજમાં નોકરી કરતા નિલેશ ગુજ્જર ગત 15મ

ભરૂચના અમનાઘર સોસાયટીમાં રહેતાં અને દહેજમાં નોકરી કરતા નિલેશ ગુજ્જર ગત 15મીએ ઉત્તરાયણના દિવસે સવારના સાતેક વાગ્યે તેમના પરિવારજનો સાથે ઉઠી ગયાં હતાં. જે બાદ દરવાજો ખુલ્લો રાખી નિત્યક્રમ મુજબ સિંધવાઈ માતાજીના મંદિરે દર્શન કરવા ગયાં હતાં. અરસામાં તેમની પુત્રી ફ્રિજમાં આવેલાં બરફ જમાવવાના ડ્રોવરમાં પ્લાસ્ટીકની ડબ્બીમાં મુકેલાં તેના દાગીના લેવા જતાં તે ડબ્બીમાં દાગીના જ ન હોવાનં માલુમ પડતાં સૌ ચોંકી ગયાં હતાં.
આ પણ વાંચોઃ સુરતના ડુમસમાં ‘નગર વન’ શરૂ થતાં જ થયું બંધ, છોડ કરમાઈ ગયા-પ્રવાસીઓ નિરાશ
શોધખોળ બાદ ફરિયાદ
આ દાગીના અંગે ઘરના લોકોને કોઈ વાત કરી ન હોઇ ઘરના કોઇ સભ્યએ ભુલથી અન્યત્ર કોઇ જગ્યાએ મુક્યાં હશે તેમ સમજી તેઓ શોધખોળ કરતાં હતાં. પરંતુ નહીં મળતાં તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. જે બાદ પોલીસે પણ એક્શનમાં આવી ચોરીનો ભેદ ઉકેલવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જેમાં તેમને ચોંકાવનારી વિગતો મળી હતી. તેમના ત્યાં ઉત્તરાયણ કરવા માટે આવેલાં નિલેશ ગુજ્જરના સાળા હેમંત પ્રજાપતિએ જ તેમના ઘરમાં 1.45 લાખના
દાગીનાનો હાથફેરો કર્યો હોવાનું માલુમ પડતાં પોલીસ દ્વારા તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બેરોજગારી હોવાથી ચોરી કરી
પોલીસની પ્રાથમિક પુછપરછમાં સાળા હેમંત પ્રજાપતિએ કબુલ્યું હતું કે, તે અગાઉ વડોદરામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જે એક્સિડન્ટ થવાથી છુટી જતાં અને પત્ની સાથે તકરાર થતાં વડોદરાથી આમોદ રહેવા ગયો હતો. જ્યાં આઠેક મહિનાથી બેરોજગાર હોઇ આર્થિક સંકળામણમાં આવી જતાં નાની બહેનના ત્યાં આવ્યો હતો. જ્યાંથી ચોરી કરી તે પરત આમોદ જતો રહ્યો હતો. ચોરી કરેલ ઘરેણામાંથી કોઇ એક ચેઈન રું.48 હજારમાં વેચી દીધી હતી પોલીસે રોકડ 48 હજાર તેમજ એક કાન ની બુટ્ટી ની જોડ મુદ્દામાલ રીકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








