મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BHAVNAGAR : સરદારનગરમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, 6 મહિલા સહિત 13ની અટકાયત

Bhavnagar News : ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. આ કૂટણખાનેથી પોલીસે&n

BHAVNAGAR : સરદારનગરમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, 6 મહિલા સહિત 13ની અટકાયત

Bhavnagar News : ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. આ કૂટણખાનેથી પોલીસે  6 મહિલા સહિત 13ની અટકાયત કરી છે. 

મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરમાં એન્ટી હ્યુમન ટ્રાફિક સેલનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા જગદીશ આર્કેડ ફ્લેટમાં બીજા માળે રોલેક્સ ફેમિલી સ્પા સેન્ટરમાં રૂપેશભાઈ કાંતિભાઈ જાની અને વિપુલભાઈ માસાભાઈ ડાંગર નામના ઇસમો કુટણખાનું ચલાવી રહ્યા છે.

આ બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી રેડ કરતા ત્યાંથી રૂપેશ કાંતિભાઈ જાની અને વિપુલ માસાભાઈ ડાંગર તેમજ ત્યાં જુદા જુદા 6 રૂમો માંથી ગ્રાહક તરીકે આવેલા પાંચ ઈસમો અને છ મહિલાઓ મળી આવ્યા હતા, જેને લઇ પોલીસે તમામને ઝડપી લઇ તેમની સામે ઘોઘા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી .

આ સમાચાર શેર કરો