મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વેલનેસ સેન્ટરની આડમાં ધમધમતુ કૂટણખાનું, 6 થાઈ ગર્લ ગ્રાહકો સાથે કઢંગી હાલતમાં મળી

સુરતમાં કૂટણખાનાઓ એક યા બીજી રીતે ચાલી જ રહ્યાં છે. હોટલ, સ્પા અને મસાજ પાર્લરના નામે ચાલતા કૂટણખાનાઓ હવે વેલને

સુરતમાં વેલનેસ સેન્ટરની આડમાં ધમધમતુ કૂટણખાનું, 6 થાઈ ગર્લ ગ્રાહકો સાથે કઢંગી હાલતમાં મળી

સુરતમાં કૂટણખાનાઓ એક યા બીજી રીતે ચાલી જ રહ્યાં છે. હોટલ, સ્પા અને મસાજ પાર્લરના નામે ચાલતા કૂટણખાનાઓ હવે વેલનેસ સેન્ટરની અંદર પણ ધમધમી રહ્યાં હોવાનો પર્દાફાશ થયો છે. જેની સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસે રેડ કર્યા બાદ થાઈલેન્ડની 6 યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવવામાં આવી હતી. 

6 થાઈ યુવતીઓ ઝડપાઈ

રાંદેર પોલીસને બાતમી મળી હતી કે, પાલનપુર જકાતનાકા વી સ્ક્વેર બિલ્ડીંગના બીજા માળે વેલનેસ સેન્ટરની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલે છે. જેથી બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડો કરવામાં આવતા દુકાનની અંદરથી 6 થાઈલેન્ડની યુવતી દેહ વ્યાપારનો ધંધો કરતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક અસરથી આ 6 વિદેશી યુવતીઓને દેહ વ્યાપારની પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવી હતી.સંચાલક રોશન સિંગ તેમજ ચાર ગ્રાહકો પોલીસના હાથે ઝડપાયા હતા ચાર ગ્રાહકમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર હોવાનું પણ સામે આવ્યુ છે. પોલીસ દ્વારા હની અને અભય સાળુંકે નામના બે અને ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

5 હજાર રૂપિયામાંથી યુવતીઓને 2 હજાર મળતાં

સંચાલક ગ્રાહક પાસેથી શરીર સુખ માણવાના 5000 રૂપિયા લેતો હતો. સંચાલક દ્વારા આ વિદેશી યુવતીઓને 2000 રૂપિયાની ચુકવણી કરવામાં આવતી હતી. પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે, હની નામની મહિલા અને અભય સાળુકે નામનો ઈસમ રોશન સિંગ સાથે મળીને વેલનેસ સેન્ટરની જગ્યા ભાડે રાખીને તેની અંદર દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતા હતા. 

આ સમાચાર શેર કરો