ઉમરગામમાં તસ્કરોએ ફ્લેટના તાળા તોડી કરી ચોરી, બાઈક પર આવેલા સ્નેચરોએ યુવકનો મોબાઈલ ઝૂંટવ્યો
વલસાડના ઉમરગામમાં તસ્કરો અને સ્નેચરો બેફામ બન્યા હોય તેવું સામે આવ્

વલસાડના ઉમરગામમાં તસ્કરો અને સ્નેચરો બેફામ બન્યા હોય તેવું સામે આવ્યું છે. તસ્કરો અને સ્નેચરોને પોલીસનો કોઈ ખૌફ ન હોય તે રીતે કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે. ત્યારે એક જ રાતમાં તસ્કરોએ બે ફ્લેટને નિશાને લીધા હતાં. જ્યારે સ્નેચરોએ બાઈક પર આવીને યુવકનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો.
તસ્કરો બેફામ
ડહેલીના એકતા નગરમાં એક એપાર્ટમેન્ટને તસ્કરોએ નિશાને લીધો હતો. એકતા B-1 એપાર્ટમેન્ટના 2 ફ્લેટના તાળા તોડ્યા હતા. અંદાજે 1.67 લાખની કિંમતના મુદ્દામાલની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયા હતાં. તસ્કર ટોળકી બિલ્ડીંગના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. માત્ર ચડ્ડી પહેરી ચોરીના સાધનો અને હાથમાં પથ્થર લઈ આવતાં હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું. ભીલાડ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
સ્નેચરોનો તરખાટ
ઉમરગામમાં મોબાઈલ સ્નેચરોએ તરખાટ મચાવ્યો છે. જીઆઇડીસી કોલોની વિસ્તારમાં મોબાઇલ ચોરોનો આતંક જોવા મળ્યો હતો. રસ્તે જ પરથી પસાર થયેલા યુવકના હાથમાંથી મોબાઈલ છીનવી બાઈક સવાર બે શખ્સ ફરાર થઈ ગયા હતાં. સતત ધમધમતા રોડ પર લોકોની અવરજવર વચ્ચે જ યુવકના હાથમાંથી મોબાઇલ છીનવાયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વાહનો અને લોકો ની અવર જવર વચ્ચે જ ઘટના બની હતી.






