મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પોલીસને પડકાર ફેંકતા તસ્કરો બેફામ, બંધ ફ્લેટના તાળા તોડી દસ લાખની ચોરી કરી ફરાર

સુરતમાં તસ્કરો બેફામ બન્યા હોય તે રીતે એક બાદ એક ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે બેગમપુરા વિસ્તારમાં

સુરતમાં પોલીસને પડકાર ફેંકતા તસ્કરો બેફામ, બંધ ફ્લેટના તાળા તોડી દસ લાખની ચોરી કરી ફરાર

સુરતમાં તસ્કરો બેફામ બન્યા હોય તે રીતે એક બાદ એક ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે બેગમપુરા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટના બંધ ફ્લેટના તાળા તોડીને દસ લાખની મત્તાની ચોરી કરી હતી. ત્યારબાદ તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

બારીમાંથી અંદર પ્રવેશ્યો

સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્ય પ્રમાણે તસ્કરો હાથમાં ચપ્પુ જેવા સાધનો સાથે આવ્યા હતા. ત્યારબાદ આમ તેમ આંટા ફેરા માર્યા હતા. અને દાદરની બારીમાંથી અંદર કુદકો માર્યો હતો. બાથરૂમની ઓટીએસ સાઈડની બારીમાંથી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. ત્યારબાદ ચોરી કરીને કરાર થઈ ગયા હતા.

હૂડી ટીશર્ટમાં આવ્યા હતા તસ્કરો

સીસીટીવી દ્રશ્ય પ્રમાણે તસ્કરો હૂડી ટીશર્ટમા તસ્કરો આવ્યા હતા, અને સમગ્ર ચોરીને અંજામ આપ્યો હતો. લિફ્ટમાં અવરજવર કરતા પણ કેમેરામાં કેદ થયા હતા. હાલ સમગ્ર ઘટનાને લઈને સીસીટીવીના આધારે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો