મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના એક્સપોમાં આકર્ષનું કેન્દ્ર બની બ્રાઈડલ ક્વિન ઓફ ગુજરાત, સ્પર્ધાથી મહિલાઓનું ખીલ્યુ હુન્નર

કાયા પલટ પ્રેસન્ટ્સ સુરત કા ખૂબસુરત એક્સપોમાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામા આવ્યું હત

સુરતના એક્સપોમાં આકર્ષનું કેન્દ્ર બની બ્રાઈડલ ક્વિન ઓફ ગુજરાત, સ્પર્ધાથી મહિલાઓનું ખીલ્યુ હુન્નર

કાયા પલટ પ્રેસન્ટ્સ સુરત કા ખૂબસુરત એક્સપોમાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામા આવ્યું હતું. જેમ કે મહેંદી, નેલ આર્ટ, હેર કટ. ટેલેન્ટ શો એક્સપોનું મુખ્ય આકર્ષણ હતું બ્રાઈડલ ક્વીન ઓફ ગુજરાત. જેમાં ગુજરાતના ખૂણે ખૂણેથી સ્પર્ધકો અને લોકો આવ્યા હતા.

વિજેતાને પુરસ્કારથી કરાયા સન્માનિત
 
ઓર્ગેનાઈઝડ બાય બ્યુટિ વર્લ્ડ એસોસિએશન ઓફ ઇંડિયાના એકસપોમાં મોટી સંખ્યામા લોકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ સ્થાને અમદાવાદના મમતા ફૂલપગારેએ સ્પર્ધા જીતીને બ્રાઈડલ ક્વીન ઓફ ગુજરાતનું ટાઈટલ પોતાને નામ કર્યુ હતુ. પુરસ્કારમા ૧ લાખના ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ MBC કંપની તરફથી ૧૨૦૦૦ની સલોન ચેર પણ મળી હતી. દ્રિતીય સ્થાન પર હેતલ વસાણી સુરત ૫૧૦૦૦ ના ઇનામ, ત્રિતીય સ્થાન રોશની મેવાડા ૩૧૦૦૦ ના ઇનામ, ચોથા સ્થાને કોમલ પટેલ ભરૂચ ૨૧૦૦૦ના ઇનામ અને પાચમાં સ્થાને અંકિતા ટાંક ૧૧૦૦૦ ઇનામ આપવામાં આવ્યા હતા. 

મોટી સંખ્યામાં લોકો જોડાયા

એક્સપોમા ૪૫૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ૫૦૦૦ વધુ લોકોએ આ એક્સપોની વિઝિટ કરી હતી. ૩૫થી વધુ સ્ટોલ અને ૧૦૦૦૦થી વધુ પ્રોડક્ટ હતી. જેમાં કાયાપલટ દ્વારા વિજેતાઓને લાખો રૂપિયાના ઇનામ આપવામા આવ્યા હતા. ઘણા બધા મેકઅપ, હેર, નેલ આર્ટિસ્ટોએ પોતાનુ કામ બતાવ્યું હતું. જેમાં ડૉક્ટર અંજુબેન પાડલીયાએ માટીની નેચરલ પ્રોડક્ટથી કામ બતાવી બધાને મંત્ર મુગ્ધ કરી નાખ્યા હતા. બ્યુટિ વર્લ્ડ એસોસિએશન ઓફ ઇંડિયાના ફાઉન્ડર ગૌરાંગ પનારાએ શ્રી સૂરતી મોઢ વણિક ની વાળી લાલદરવાજા ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં સહયોગ આપનારનો આભાર માન્યો હતો.

આ સમાચાર શેર કરો