સુરતની નર્મદ યુનિવર્સિટીમાંથી દારૂની બાટલી-પોટલી મળ્યા, કુલપતિએ કહ્યું, પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલો અને પોટલીઓ મળી આવી હતી. એક તરફ જ

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલો અને પોટલીઓ મળી આવી હતી. એક તરફ જયાં કુલપતિ બેસીને જમ્યા હતા તે જગ્યાની નજીકથી જ દારૂની બોટલ ઓ્ને પોટલીઓ મળી આવી હતી. જેથી ભારે હોબાળો મચી ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને કુલપતિએ કહ્યું કે, યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર કરવામાં આવ્યું છે. અમે આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી છે.
ઈરાદાપૂર્વક પ્રયાસ
આ ઘટના સમાચાર માધ્યમોમાં પ્રસરી ત્યારબાદ યુનિવર્સિટીની સુરક્ષા ટીમે સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. ફૂટેજમાં સ્પષ્ટ થયું કે દારૂની બોટલો ભરીને કન્વેન્શન હોલ પાસે મૂકવા માટે કોથળો આ વિદ્યાર્થીએ જ લાવ્યો હતો. આ ઘટનાથી યુનિવર્સિટીના અધિકારીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નિકળ્યો છે. વિશ્વવિદ્યાલયે આ કૃત્યને યુનિવર્સિટીની પ્રતિષ્ઠા અને છબીને નુકસાન પહોંચાડવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ ગણાવ્યો છે.
પોલીસમાં ફરિયાદ
કુલપતિ ચાવડાએ કહ્યું કે, યુનિવર્સિટીએ આ ઘટના અંગે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસના આદારે વિજય કટારિયા વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. યુનિવર્સિટીના કુલપતિ અને ફેકલ્ટી મેમ્બર્સે આ ઘટનાને ગંભીરતાથી લીધું છે અને કહ્યું છે કે આવી ગતિવિધિઓ શિક્ષણના સ્થાન માટે અનુકૂળ નથી. યુનિવર્સિટી દ્વારા આ અંગે વેસુ પોલીસ મથકમાં પણ જાણ કરવામાં આવી છે.








