VIDEO: બોટાદમાં અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન: વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ
બોટાદ શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અસહ્ય ગરમી અને ગૂંગળાવી દેતા બફારાથી લોકો પરેશાન હતા, ત્યારે આજે બપોરે મેઘરાજાએ ધીમીધારે આગમન કરીને વાતાવરણ આહલાદક બનાવી દીધું છે. આજે વહેલી સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું, ત્યારબાદ અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી.શહેરના પાળીયાદ રોડ, ટાવર ચોક, જ્યોતિગ્રામ સર્કલ, સહજાનંદ સોસાયટી, રામનીધી સોસાયટી અને નાગલપર દરવાજા સહિતના તમામ વિસ્તારોમાં એકસાથે સરખો વરસાદ નોંધાયો છે.લાંબા સમયના આકરા તાપ બાદ મેઘરાજાની આ એન્ટ્રીથી શહેરીજનો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. બીજી તરફ, આ વાવણી લાયક વરસાદ ખાબકતાં જ જગતના તાત એવા ખેડૂતોમાં પણ અનેરો આનંદ છવાયો છે અને હવે ધરતીપુત્રો જોરશોરથી વાવણીના કામમાં પરોવાઈ જશે.

