બોટાદ: ઓઈલ મિલમાલિકના અપહરણમાં મોટો ખુલાસો, ફરાર આરોપીઓની ગાડીમાં હતો ભાજપનો ઝંડો

ભદ્રાવડી ગામના અને રાઘે ઓઈલ મિલના માલિક વિપુલભાઈ શેખનું સવારના 10 કલાકે અપહરણ થતા ચકચાર મચી જવા પામી હતી. ભદ્રાવડી ગામે રહેતા અને રાઘે ઓઈલ મિલના માલિક વિપુલભાઈ શેખ નામના યુવક આજે સવારના 10 કલાકે ઓઈલ મીલથી પોતાની બાઈક લઈને જતા હતા. ત્યારે થોડે દૂર જતા કોઈ અજાણ્યા શખ્સો ફોરવ્હીલર કાર લઈને આવ્યા અને બાઈક સાથે કાર અથડાવી ટક્કર મારી વિપુલભાઈને પકડી કારમાં બેસાડી અપહરણ કરી નાસી છુટયા હતા.
આ પણ વાંચો : બોટાદમાં ઓઈલ મિલના માલિકનું અપહરણ, પોલીસ અપહરણકારોની પાછળ પડી, જુઓ પછી શું થયું
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સમઢીયાળા ગામે પહોંચતા અપહરણ કર્તાઓએ અપહૃત યુવાનને ઢોર મારમારતા અપહૃત યુવકે બચોવો બચાવોની બૂમો પાડી હતી. આ સાંભળી ગામના લોકો એકત્રિત થયા અને કાર પાસે પહોંચ્યા અને અપહૃત યુવાનને બચાવ્યો ત્યાં સુધીમાં અપહરણ કર્તાની ગેંગ ફરાર થઈ ગઈ હતી. તેવામાં બોટાદ એલસીબી પોલીસ સમઢીયાળા ગામે પહોંચતા અપહરણ કર્તાઓ કાર મુકિને નાસી છુટયા હતા ત્યારે બોટાદ પોલીસ અપહૃત યુવક વિપુલ શેખને હાલ પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે લાવેલ અને અપહરણ કોણે કર્યું હતું, અપહરણ કરવાનું શું કારણ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : બોટાદમાં દેશી પિસ્તોલ લઈને મુસાફરી કરતા શખ્સની પોલીસે કરી ધરપકડ
સમગ્ર ઘટના ની ગંભીરતા ને લઈ હ્યુમન રિસોર્સ ટેકનિકલ રિસોર્સના માધ્યમથી જાણકારી મેળવી DYSP મહર્ષિ રાવળ સાથે બોટાદ જિલ્લા એલસીબી એસઓજી ટીમ સ્થળ પર પહોંચી હતી. આ અપહરણ માટે બે ફોરવીલ ગાડીઓનો ઉપયોગ થયો ત્યારે પોલીસ દ્વારા નાકાબંધી અને સતત પીછો કરતા વિછીયા તાલુકાના સમઢીયાળા ગામ પાસે પહોંચ્યા, જ્યાં creta ગાડીમાં વિપુલ નંદલાલ શેખને બેઠેલો છોડી ગાડી મૂકી નાસી છૂટ્યા હતા. આ ગાડીમાં આગળ ભાજપનો ખેસ પણ લગાડેલો હતો. સંજય મનુ ઓળકિયા, હિતેશ મનુ ઓળકિયા, સાગર જાપડીયા સહિતના પાંચથી છ શખ્સો અપહરણમાં શામેલ હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે. આ તમામ શખ્સોએ વિપુલ શેખ પાસેથી 50 કરોડ રૂપિયા માંગ્યા હતા. ત્યારે ઓઇલ મીલ, પૌવા બનાવવાનું કારખાનું અને ઓનલાઈન ગેમિંગમાં ખૂબ મોટી કમાણી કરનાર વિપુલ શેખ પાસેથી પૈસા પડાવવા માટે સમગ્ર કાવતરું રચ્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તપાસ શરૂ છે.

