Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બોટાદ : Police arrest man traveling with country-made pistol in Botad

બોટાદમાં દેશી પિસ્તોલ લઈને મુસાફરી કરતા શખ્સની પોલીસે કરી ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 25 Dec 2024
લાઇવ ટીવીGoogle News
બોટાદમાં દેશી પિસ્તોલ લઈને મુસાફરી કરતા શખ્સની પોલીસે કરી ધરપકડ

બોટાદ જિલ્લાની SOG પોલીસ દ્વારા દેશી પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. SOG પોલીસે બાતમીના આધારે કાનીયાડ કુંડલી ગામ તરફ જવાના કાચા રસ્તા પરથી એક શખ્સને ઝડપ્યો છે. હડદડ ગામના જયેશભાઈ ઉર્ફે  કાળુભાઇ નુકભાઈ ખાચર નામના શખ્સ દેશી પિસ્તોલ લઈને મુસાફરી કરી રહ્યો હોવાની બાતમી મળી હતી.

App Store

આ પણ વાંચો : અમદાવાદ: સાબરમતી બ્લાસ્ટ કેસના 3 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર

પોલીસે પહેલેથી સચેત રહેતા આ શખ્સની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આ શખ્સની તપાસ કરતા તેની પાસેથી પરવાના વગરની દેશી પીસ્ટલ મળી આવી હતી. પોલીસે જયેશભાઇ ખાચર વિરૂદ્ધ આર્મ એક્ટ કલમ 25(1-બી)મુજબ ગુન્હો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.