મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Botad news: શહેરમાં ભિક્ષાવૃતિ કરતા 10 બાળકોનું કરાયું રેસ્ક્યુ, ચાઈલ્ડ વેલ્ફેર કચેરીના અધિકારીઓએ માસૂમોને બચાવ્યા

ગુજરાતના બોટાદમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે બોટાદ શહેર સહિત

Botad news: શહેરમાં ભિક્ષાવૃતિ કરતા 10 બાળકોનું કરાયું રેસ્ક્યુ, ચાઈલ્ડ વેલ્ફેર કચેરીના અધિકારીઓએ માસૂમોને બચાવ્યા

ગુજરાતના બોટાદમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  બોટાદ શહેર સહિત અનેક જગ્યા પર આપણે અવાર નવાર નાના બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા જોઈએ છે. ખાસ કરી ધાર્મિક સ્થાન પર મુખ્ય માર્ગો પર કે દુકાન કે ઓફિસો પર ફરી નાના નાના બાળકો ભિક્ષા માંગતા હોય છે ત્યારે સરકાર દ્વારા પણ ભિક્ષાવૃત્તિ નાબૂદ કરવા સતત કાર્યશીલ છે,  જેના પગલે જિલ્લાના ચાઈલ્ડ વેલ્ફેર કમિટીનું નિર્માણ કરેલ છે.

જાહેર સ્થળ પર ભીક્ષાવૃત્તિ કરતા બાળકોનું રેસ્ક્યુ

આ કચેરી ના કર્મચારીઓ દ્વારા અવાર નવાર જાહેર સ્થળ પર ભીક્ષાવૃત્તિ કરતા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે.ત્યારે આજ રોજ ચાઈલ્ડ વેલ્ફેર ટિમ દ્રારા મંદિર નજીક તપાસ કરતા 10 જેટલા બાળકો ભિક્ષા કરતા મળી આવ્યા હતા.

આ તમામ બાળકો  ભિક્ષાવૃત્તિ કરતા હતા

આ તમામ બાળકો  ભિક્ષાવૃત્તિ કરતા હતા.  તમામ બાળકોના વાલીઓને કચેરીમાં બોલાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ બાળકો શિક્ષિત બને અને સરકારની વિવિધ યોજના અંતર્ગત આવા પરિવાર ને લાભ મળે તેવી કામગીરી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો