આણંદ: શાળાની ફી ન ભરતા વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહાર બેસાડ્યા, શિક્ષક દિને જ વીડિયો થયો વાયરલ
એક તરફ આજે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે. બીજી તરફ નેતાઓ ભણશે ગુજરાત અને આગ

એક તરફ આજે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે. બીજી તરફ નેતાઓ ભણશે ગુજરાત અને આગળ વધશે ગુજરાતની વાતો કરી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આણંદના બોરસદની એક ખાનગી શાળામાં શિક્ષકોનું વરવું સ્વરૂપ સામે આવ્યું છે. જ્યાં ફી ન ભરતા શાળાના કેટલાક વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહાર બેસાડવામાં આવ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વાયરલ થયેલા વીડિયોની જીએસટીવી કોઇ પુષ્ટિ કરતું નથી.
બોરસદની સરસ્વતી શિશુકુંજ શાળાએ ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસાડવાના બદલે ક્લાસ રૂમની બહાર લોબીમાં બેસાડવામાં આવ્યા હતા. આમ શિક્ષણથી વંચિત રાખવાની શિક્ષા આપી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
શિક્ષક દિવસે જ વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય વર્તન કર્યું તે કેટલું યોગ્ય છે આવો સવાલ વિદ્યાર્થીઓના વાલીઓ અને અન્ય લોકો કરી રહ્યા છે. આ વીડિયો શિક્ષક દિને જ બહાર કેમ આવ્યો તે એક મોટો સવાલ છે?






