મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો સટોડિયો ઝડપાયો, 2.60 કરોડ બેલેન્સવાળું માસ્ટર ID મળ્યું

વર્લ્ડ ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ રહી છે ત્યારે અમદાવાદમાં ક્રિકેટ સટોડિયાઓ સક્રિય થયા છે. પરંતુ અમદાવાદ શહેરમાં એ

અમદાવાદમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો સટોડિયો ઝડપાયો, 2.60 કરોડ બેલેન્સવાળું માસ્ટર ID મળ્યું

વર્લ્ડ ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ રહી છે ત્યારે અમદાવાદમાં ક્રિકેટ સટોડિયાઓ સક્રિય થયા છે. પરંતુ અમદાવાદ શહેરમાં એસએમસીએ સપાટો બોલાવતા વૉન્ટેડ ક્રિકેટ બુકીઓ સામે ગેમ્બલીંગનો કેસ કર્યો છે. શહેરના છેવાડે નાના ચિલોડામાં SMCની ટીમે રેડ કરીને લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. હરેશ મુલચંદાણીની ધરપકડ કરવા સાથે 4.11 લાખ રોકડા અને બે ફોન જપ્ત કર્યા છે. 

ક્રિકેટ બુકી હરેશ મુલચંદાણીના ફોનમાંથી 2.60 કરોડ બેલેન્સવાળું માસ્ટર ID મળી આવ્યું છે. સ્ટેટ મોનિટરીંગ સેલને મળેલી બાતમી મુજબ હરેશ મુલચંદાણી પોતાના રહેણાંક મકાનમાં બેસી હાલમાં દુબઈમાં ચાલતી ચેમ્પિયન્સ ટ્રોફીની વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચનો પોતાના મોબાઈલ ફોનમાં સટ્ટા એપ્લિકેશન ઉપર હારજીતનો જુગાડ રમાડી રહ્યો હતો. પોલીસે રેડ પાડીને તેને પકડી લીધો છે. 

પોલીસની રેડમાં હરેશ મુલચંદાણીની પૂછપરછમાં કુખ્યાત બુટલેગર રાકેશ રાજદેવ ઉર્ફે RR અને ટોમી ઊંઝાના નામ ખૂલ્યા છે. આ ઉપરાંત વૉન્ટેડ બુટલેગર વિનોદ સિંધી અને મીત રાજકોટ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. કુલ 16 શખ્સો સામે ગુનો નોંધાયો છે. નરોડા પોલીસ આ કેસની તપાસ કરશે. RR, ટોમી અને મીત સટ્ટા બજારના અઠંગ ખેલાડીઓ છે. ત્રણેય વૉન્ટેડ બુકીઓ સામે ગુજરાત પોલીસના ચોપડે અનેક કેસ નોંધાયેલા છે. 

આ સમાચાર શેર કરો