રાજ્યના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ, 7000ની મર્યાદામાં બોનસ ચુકવાશે
ગુજરાતના વર્ગ-4ના કર્મચારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાળીની ભેટ આપી છે. વર્ગ-4ના ક

ગુજરાતના વર્ગ-4ના કર્મચારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાળીની ભેટ આપી છે. વર્ગ-4ના કર્મચારીઓને 7000ની મર્યાદામાં બોનસ ચુકવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓને ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000ની મર્યાદામાં એડહોક બોનસ આપવા નિર્ણય કર્યો છે.
7000ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-4ના અંદાજે 16,921 કર્મચારીઓ તથા રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષ, દંડક, નાયબ દંડક અને ઉપદંડક તથા પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ ઇન એઇડ શાળા અને કોલેજ તથા જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચુકવવામાં આવતું નથી તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારીઓને લાભ મળવાપાત્ર થશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.






