બોલીવૂડ એક્ટર દિપક તિજોરી પહોંચ્યા વિસનગર, રીલ બનાવી કહ્યું, અહીં એકવાર આવવાનું સપનું હતું
બોલીવૂડ અભિનેતા દિપક તિજોરી તેમની ગુજરાતી ફિલ્મ ગેટ સેટ ગોની શૂટિંગ માટે ગુજરાત આવ્યા છે. અહીં તેઓ વિસનગર પહો
બોલીવૂડ અભિનેતા દિપક તિજોરી તેમની ગુજરાતી ફિલ્મ ગેટ સેટ ગોની શૂટિંગ માટે ગુજરાત આવ્યા છે. અહીં તેઓ વિસનગર પહોંચ્યાં હતા. જ્યાં તેમણે એક રીલ પણ બનાવી હતી. દીપક તિજોરીના દાદા, પરદાદા વિસનગરથી નીકળી મુંબઈ વસ્યા હતા. વિસનગર આવવું દીપક તિજોરીનું એક સપનું હતું. નોંધનીય છે કે, વિસનગરમાં સ્થિત કલોક ટાવર દીપક તિજોરીના પરદાદા એ બનાવેલું છે. 1919 ની ટાવરની ઘડિયાળ પાસે દીપક તિજોરીના દાદી મોતીબાઈનું નામ પણ લખેલું છે.




