મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot news: 22 વર્ષીય યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ અટેક આવતા નિપજ્યું મોત

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના વિમલ

Rajkot news:  22 વર્ષીય યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ અટેક આવતા નિપજ્યું મોત

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  રાજકોટના વિમલનગર વિસ્તારમાં રહેતા 22 વર્ષીય સાત્વિક સોલંકી નામના યુવકનું ક્રિકેટ રમતી વખતે હાર્ટ અટેક આવતા તેનું મોત થયું છે.

ક્રિકેટ રમતા અચાનક એટેક આવ્યો

સાત્વિક રેલવે પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો અને સમરસ હોસ્ટેલના મેદાનમાં ક્રિકેટ રમી રહ્યો હતો, જ્યાં અચાનક તેનું હૃદય બંધ પડ્યું હતું. આ ઘટના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. સાત્વિક પોતાના પરિવારનો એકમાત્ર પુત્ર હતો, જેના કારણે આ ઘટનાએ પરિવારને ઊંડો આઘાત આપ્યો છે.  

આ સમાચાર શેર કરો