મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પંચમહાલ: નવાગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

મોરવાહડફના નવાગામમાંથી એસઓજી પોલીસે ડિગ્રી વગર ક્લિનિક ચલાવી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને રંગે હ

પંચમહાલ: નવાગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

મોરવાહડફના નવાગામમાંથી એસઓજી પોલીસે ડિગ્રી વગર ક્લિનિક ચલાવી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને રંગે હાથ ઝડપી લીધો છે.

એસ.ઓ.જી. શાખા અને મોરવા હડફ તાલુકાના વંદેલી પી એસ સી સેન્ટરના મેડિકલ ઓફિસર રિતેશ ભુલાભાઈ પટેલને બાતમી મળી હતી કે નવાગામના ટાંડી ફળિયામાં ડિગ્રી વગર એક તબીબ દવાખાનું ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે એસ.ઓ. જી પોલીસે રેડ કરી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા અને પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને રંગે હાથ ઝડપી લીધો હતો.

અનુપમ અમિત બિશ્વાસ નામનો ઈસમ છેલ્લા ઘણા સમયથી કોઈપણ પ્રકારની ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી દર્દીઓને સારવાર આપતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બોગસ ડોકટર સહિત રૂપિયા 58 હજાર ઉપરાંતની એલોપેથી દવા અને મેડિકલ સાધનો કબજે કરી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો