મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં છ વર્ષની બાળકીનો અપહરણ બાદ મૃતદેહ મળ્યો, દુષ્કર્મ સાથે હત્યાની આશંકાએ પોલીસ કાફલો ઘટના સ્થળે

સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સરેઆમ નિષ્ફળ ગઈ હોય તે રીતે માસુમો સાથેના અત્યાચારો એક બાદ એક સામે આવી રહ્ય

સુરતમાં છ વર્ષની બાળકીનો અપહરણ બાદ મૃતદેહ મળ્યો, દુષ્કર્મ સાથે હત્યાની આશંકાએ પોલીસ કાફલો ઘટના સ્થળે

સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સરેઆમ નિષ્ફળ ગઈ હોય તે રીતે માસુમો સાથેના અત્યાચારો એક બાદ એક સામે આવી રહ્યા છે. ત્યારે હજીરામાંથી છ વર્ષની બાળકીનું અપહરણ થયા બાદ આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ફરી એકવાર માસુમો સલામત ન હોય તેવો ઘાટ સર્જાયો છે.

છ દિવસ પહેલા અપહરણ થયુ હતુ

છ દિવસ અગાઉ છ વર્ષ બાળકીનું અપહરણ થયું હતું. ત્યારબાદ બાળકીને શોધવા માટે અલગ-અલગ ટીમો કામે લાગી ગઈ હતી. જો કે આજે હજીરા ગામના ઝાડી ઝાંખરામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી સાથે કોઈ વિકૃત માનસિકતા ધરાવનારે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન

પોલીસે કહ્યું કે, બાળકીનો મૃતદેહ મળતા તાત્કાલિક તેને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસની અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. માસુમની સાથે કોઈ અઘટિત બનાવ બન્યો કે કેમ? તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ ઘટના સ્થળે એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. આરોપીને વહેલી તકે ઝડપી લેવામાં આવે તે પ્રકારના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો