સાબરકાંઠા/ ઇલોલમાં દફન કરાયેલા મૃત બાળકની લાશ બહાર કઢાઇ, જાણો શું છે કારણ
Body of dead child buried in ilolsabarkantha | સાબરકાંઠાના ઇલોલમાં મૃત બાળકની લાશને બહાર કાઢવામાં આવી છે. અકસ્માતમાં બાળકનું મોત થયું હોવાનું જાણવા મળતા ઇલોલ

સાબરકાંઠાના ઇલોલમાં મૃત બાળકની લાશને બહાર કાઢવામાં આવી છે. અકસ્માતમાં બાળકનું મોત થયું હોવાનું જાણવા મળતા ઇલોલમાં દફન કરાયેલી લાશને બહાર કાઢવામાં આવી હતી. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઇલોલમાં મૃત બાળકની લાશ બહાર કઢાઇ
ઇલોલના દેસાસણ ગામમાં રમી રહેલા બે બાળક પૈકી એક બાળક પર ટ્રેક્ટર ચઢી ગયું હતું. બાળકની ઇલોલમાં દફનવિધિ બાદ પરિવારને અકસ્માતમાં મોત થયું હોવાની જાણ થઇ હતી. બાળકને ખેંચ આવી હોવાનું જણાવી દેસાસણ ગામના કેટલાક લોકોએ પરીવારને ગેરમાર્ગે દોર્યો હતો.
અકસ્માતે મોત થયાનું જાણ થતા પરિવાર ગાંભોઇ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પ્રાંત અધિકારીની મંજૂરી લઇને ઇલોલમાં દફન કરાયેલી લાશને બહાર કાઢવામાં આવી હતી.






