વડાલી હાઇવે પર પીકઅપ સ્ટેન્ડમાંથી લોહી લુહાણ હાલતમાં અજાણ્યા યુવકની મળી લાશ
સાબરકાંઠા જિલ્લામાં દિવાળી ટાણે લોહી લુહાણ થયેલી હાલતમાં લાશ મળી આવી છે. વડાલી શહેરના શારદા

સાબરકાંઠા જિલ્લામાં દિવાળી ટાણે લોહી લુહાણ થયેલી હાલતમાં લાશ મળી આવી છે. વડાલી શહેરના શારદા પીકઅપ સ્ટેન્ડમાંથી અજાણ્યા યુવકની લાશ મળતાં ચકચાર મચી ગયો છે.
સાબરકાંઠા જિલ્લાના વડાલીથી એક કિલોમીટર ખેડબ્રહ્મા હાઇવે પર આવેલ બસ સ્ટેન્ડમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. જો કે પોલીસે હાલ તો આ યુવક કોણ અને ક્યાંનો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળતાં લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. પોલીસે યુવકની ઓળખ સહિત આ હત્યા કે આત્મહત્યા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. લોહી લુહાણ હાલતમાં લાશ મળતા વડાલી શહેરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. તહેવાર સમયે અજાણ્યા ઇસમની લાશ મળતાં સમગ્ર જીલ્લામાં ચકચાર મચી ગયો છે.




