બોટાદમાં નદી કાંઠે મંદિરમાંથી મળ્યો યુવકનો મૃતદેહ, ગળેફાંસો ખાઈ કર્યો હતો આપઘાત
ગુજરાતભરમાં જાણે આપઘાત કરવાની હારમાળ સર્જાઈ હોય તેમ સતત રાજ્યભરમાંથી આત્મહત્યા કરી જીવન ટુંકાવવાની ઘ

ગુજરાતભરમાં જાણે આપઘાત કરવાની હારમાળ સર્જાઈ હોય તેમ સતત રાજ્યભરમાંથી આત્મહત્યા કરી જીવન ટુંકાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. એવામાં ફરી બોટાદમાંથી આપઘાતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાણપુરમાં નદીને કાંઠે આવેલ દિગંબર મંદિરમાંથી ગળેફાંસો ખાઈ આપઘાત કરેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતદેહ રાણપુરના રાજુભાઈ ઘનશ્યામદાસ ગોંડલીયાનો હોવાનું સામે આવ્યું છે. યુવક છેલ્લાં ત્રણેક દિવસથી ઘરેથી ગુમ થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોટર્મ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડ્યો છે. તેમજ પોલીસ યુવકના આપઘાતને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. યુવકે કયાં કારણોસર આપઘાત કર્યો છે તે પોસ્ટમોટર્મના રીપોર્ટ બાદ જ ખબર પડશે.




