મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડાકોરમાં 20 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર કર્યો આપઘાત, પરિવારજનોમાં શોકનો માહોલ

ગુજરાતભરમાં જાણે આપઘાત કરવાના કિસ્સાઓની હારમાળ સર્જાઈ છે. એવામાં ડાકોરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે

ડાકોરમાં 20 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર કર્યો આપઘાત, પરિવારજનોમાં શોકનો માહોલ

ગુજરાતભરમાં જાણે આપઘાત કરવાના કિસ્સાઓની હારમાળ સર્જાઈ છે. એવામાં ડાકોરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એક યુવક દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. ખેડા જિલ્લાના ડાકોરમાં 20 વર્ષીય યુવકે પોતાના જન્મદિવસે જ જીવન ટૂંકાવ્યું હોવાની દુ:ખદ ઘટના સામે આવી છે. ડાકોરનો 20 વર્ષીય યુવક મિહિર જીગ્નેશ કુમાર સોલંકીએ આત્મહત્યા કરતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. 

અગમ્ય કારણોસર યુવકે ઝેર ખાઈને આત્મહત્યા કરી હોવાની માહિતી મળી રહી છે. યુવક પોતાના પરિવારજનો સાથે નાની ભાગોળ વિસ્તારમાં રહેતો હતો. યુવકના મૃતદેહને ડાકોર રેફરલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવકના આપઘાતને લઈને પ્રેમ સંબંધ કારણભુત હોવાનું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે, પોલીસ દ્વારા આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો