મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેડામાં ગેરહાજર રહેતા 23 શિક્ષકોને અપાઈ કારણદર્શક નોટીસ

ખેડામાં ગેરહાજર રહેતા શિક્ષકો પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં ફરજ બજાવતા 23 શિક્ષકોને કારણદર્શક ન

ખેડામાં ગેરહાજર રહેતા 23 શિક્ષકોને અપાઈ કારણદર્શક નોટીસ

ખેડામાં ગેરહાજર રહેતા શિક્ષકો પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં ફરજ બજાવતા 23 શિક્ષકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. કાર્યક્રમમાં હાજરી ન આપતા અને ગુલ્લી મારતા શિક્ષકોને નોટિસ આપવામાં આવી છે. આ શિક્ષકોની અનિયમિતતા, જિલ્લા કક્ષાની ટ્રેનિંગમાં ગેરહાજરી તથા B.L.O તરીકે બુથ પર ગેરહાજરીને ધ્યાનમાં લઈને નોટિસ પાઠવવામાં આવી છે.

બીજી વાર કારણદર્શક નોટિસ આપવા છતાં શિક્ષકોએ ખુલાસો આપ્યો નથી. ખેડા જિલ્લામાં માતરની કરંટી શાળાના શિક્ષકને ત્રણ મહિનામાં ત્રણ વખત નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસ અપાયેલ કુલ 12 શિક્ષકોમાંથી 7 શિક્ષકો માતરની ખરેંટી પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. એક તરફ રાજ્યભરમાં શિક્ષકોની અછત છે તેવામાં પરજ પરના શિક્ષકો દ્વારા થતી આ પ્રકારની અનિયમિતતાને કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.

આ સમાચાર શેર કરો