મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં BLOની કામગીરી પૂર જોશમાં, SIR અંતર્ગત 99.93 ટકા મતદારોના ડિજિટાઇઝેશન પૂર્ણ

અમદાવાદ જિલ્લામાં SIRની કામગારી પૂરા જોશમાં ચાલી રહી છે. જિલ્લ

અમદાવાદમાં BLOની કામગીરી પૂર જોશમાં, SIR અંતર્ગત 99.93 ટકા મતદારોના ડિજિટાઇઝેશન પૂર્ણ

અમદાવાદ જિલ્લામાં SIRની કામગારી પૂરા જોશમાં ચાલી રહી છે. જિલ્લામાં SIR અંતર્ગત 99.93 ટકા મતદારોના ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. હવે મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025 પૂર્ણતા આરે છે.

99.93 ટકા મતદારોના ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ 

અમદાવાદ જિલ્લામાં SIR અંતર્ગત 99.93 ટકા મતદારોના ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. અમદાવાદ જિલ્લાના કુલ 21 વિધાનસભા મતવિભાગના તમામ બૂથ દીઠ BLA-BLOની મિટિંગ યોજી, માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. હજી પણ જેમના એન્યુમરેશન ફોર્મ જમા કરાવવાના બાકી હોય, તેમને સત્વરે ફોર્મ જમા કરાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે અનુરોધ કર્યો છે.

નોંધનીય છે કે, 16મી ડિસેમ્બરે જાહેર થનારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ ન હોય તો ફોર્મ-6 ભરીને મતદાર યાદીમાં નામ નોંધાવી શકાશે. આ માહિતી કલેક્ટર સુજીતકુમાર દ્વારા આપવામાં આવી હતી.

શું છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)?

ચૂંટણી પંચ મુજબ આ અભિયાન હેઠળ જે લોકો અન્ય સ્થળોએ હિજરત કરી ગયા હોય, જેમનાં મૃત્યુ થયા હોય, મહિલાઓ લગ્ન કરીને અન્યત્ર જતા રહ્યા હોય, તથા ઘૂસણખોરોના નામ આવી ન જાય તે માટે સમયાંતરે આ પ્રકારના અભિયાન હાથ ધરવામાં આવતા હોય છે.

હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વર્ષ 2002ની મતદારા યાદી આધારે થઇ રહ્યું છે. જો તાજેતરમાં તમારા ઘરના કોઇ સભ્યની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ થઇ છે અને મતદાર યાદીમાં નામ નથી, તો આવી સ્થિતિમાં તમે BLO અધિકારી પાસેથી ફોર્મ નં 6 ભરીને મતદાર યાદીમાં નામની નોંધણી કરાવી શકાય છે.

SIR ફોર્મ ભરવા માટે આ દસ્તાવેજની જરૂર પડશે

  • મતદાર ઓળખપત્ર
  • આધાર કાર્ડ
  • કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા પેન્શન પેમેન્ટ ઓર્ડર
  • સરકારી કે સ્થાનિક સંસ્થા, બેંક, પોસ્ટ ઓફિસ, LIC દ્વારા જારી સર્ટિફિકેટ
  • જન્મ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ
  • શૈક્ષણિક પ્રમાણપત્ર
  • પરમેનન્ટ રેસિડેન્ટ સર્ટિફિકેટ
  • ફોરેસ્ટ રાઇટ સર્ટિફિકેટ
  • જાતિ પ્રમાણપત્ર
  • રાજ્ય કે સ્થાનિક સંસ્થા દ્વારા તૈયાર કરાયેલું ફેમિલિ રજિસ્ટાર
  • જમીન કે ઘર એલોટમેન્ટ સર્ટિફિકેટ
  • એનઆરસી

આ સમાચાર શેર કરો