ભાજપનો સંદેશો- તમારી નહીં, કમળની લોકચાહના, નવા મંત્રીમંડળમાં ધુરંધર-ખેરખા ગણાતાં ધારાસભ્યોની રીતસરની બાદબાકી
નવા મંત્રીમંડળમાં ધુરંધર-ખેરખા ગણાતા ધારાસભ્યોની રીતસર બાદબાકી કરવામાં આવી છે, જ્યારે નવા નિશાળીય

નવા મંત્રીમંડળમાં ધુરંધર-ખેરખા ગણાતા ધારાસભ્યોની રીતસર બાદબાકી કરવામાં આવી છે, જ્યારે નવા નિશાળીયાને મંત્રીપદ અપાયું છે. ભાજપ હાઈકમાન્ડે ધારાસભ્યોને સીધો સંદેશ આપ્યો છે કે ધાર્યુ અમારું જ થશે. તમારું નહીં.
મંત્રીમંડળનું પુનગઠન કરાયું છે, જેમાં કેટલાયં મંત્રીઓ એવા છે કે જેમણે સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો. એટલું જ નહીં સરકારને ભેખડે ભેરવી દીધી હતી તેમ છતાંય તેમને મોભાદાર સ્થાન અપાયું છે. થોડાક વખત પહેલાં જ સંજય સિંહ મહીડા પત્ર લખીને સરકારી સિસ્ટમ સામે આંગળી ચિંધી હતી, તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે મારા મહુધા મત-વિસ્તારની પ્રાથમિક શાળામાં ઈ-પ્લાન્ટ, વોટર કુલર લગાવાયં છે તે ગુણવતા વિહોણાં જ નહીં, ઉપયોગ કરવા લાયક જ નથી.
ટૂંકમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો અણસાર આપ્યો હતો. આ લેટર સરકારી સિસ્ટમ કેટલી હદે ખરડાઈ છે તેનો ખ્યાલ રજૂ કર્યો હતો તેમ છત્તાં સંજય મહિડાને મંત્રીની ખુરશી અપાઈ હતી. ટૂંકમાં રાજકીય બગાવત કરવી પણ ફળી છે. જ્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાનું મંત્રીપદ તરીકે લગભગ નામ ચર્ચામાં હતું, પણ છેલ્લી ઘડીએ પત્તુ કપાયું હતું.





