Ahmedabad news: કોંગ્રેસના ફાર્મ હાઉસમાં યોજાયું ભાજપનું સ્નેહમિલન, સમગ્ર કાર્યક્રમ આવ્યો વિવાદમાં
અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહ મિલન કાર્યક્રમ વિવાદમાં

અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સ્નેહ મિલન કાર્યક્રમ વિવાદમાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્ય અને કોર્પોરેટરો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા ફાર્મમાં ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું.
MD ફાર્મ પર બહેરામપુરા વોર્ડનું ભાજપનુ સ્નેહ મિલન
શહેરના પીરાણા રોડ પરના MD ફાર્મ પર બહેરામપુરા વોર્ડનું ભાજપનુ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયુ હતું. આ ફાર્મનું ઉદ્ઘાટન કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કર્યુ હતું.ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ બાદ વિવાદ વકર્યો હતો.




