Gujarat news: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જૂની ફોર્મ્યૂલા લાગુ કરશે, દાવેદારો અત્યારથી જ થયા સક્રિય
આખરી મતદાર યાદી જાહેર થયા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણ

આખરી મતદાર યાદી જાહેર થયા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ વખતે પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપ જૂની ફોર્મ્યૂલાને વળગી રહેશે. પક્ષના ધોરણો આધારે જ ઉમેદવારો નક્કી કરવાની ભાજપની તૈયારી છે, ત્યારે કોને ટિકિટ નહીં મળે તે જાણીએ.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જૂની ફોર્મ્યૂલા લાગુ કરશે
પાલિકા-પંચાયતની ચૂંટણી લડવા દાવેદારો અત્યારથી સક્રિય થયાં છે. ટિકિટ મેળવવા માટે કમલમના આંટાફેરા શરૂ ર્ક્યાં છે. સૂત્રોનું કહેવું છે કે, ગત વખતની જેમ આ વખતે પણ ભાજપે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જૂની ફોર્મ્યૂલા લાગુ કરશે. જેમાં 60થી વધુ વય ધરાવતાં હશે તેમને ચૂંટણી મેદાને ઉતરવાની તક મળશે નહીં.
યુવા અને નવા ચહેરાને તક આપવા ભાજપે મન બનાવ્યુ
આ ઉપરાંત બેથી વઘુ વખત મ્યુનિસિપલ કોર્પોરેટર અથવા તાલુકા કે જિલ્લા સદસ્ય તરીકે ચૂંટાયાં હશે તેને પણ ફરી ટિકિટ નહીં મળે. હવે યુવા અને નવા ચહેરાને તક આપવા ભાજપે મન બનાવ્યુ છે. શહેર-જિલ્લા સંગઠનમાં સ્થાન અપાયું હશે, તેમને પણ ટિકિટ નહીં આપવાનું નક્કી કરાયું છે. મહત્ત્વની વાત એ છે કે, ગુનાહિત રેકોર્ડ ધરાવતી વ્યક્તિને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ અપાશે નહીં. આમ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂની ફોર્મ્યૂલા આધારે જ ટિકિટ અપાશે.




