મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટના જંગલેશ્વરમાં ડીમોલેશન મુદ્દે તંત્ર સામે સ્થાનિકોમાં રોષ, કલેક્ટર કચેરીએ નોંધાવ્યો વિરોધ

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડીમોલેશન મુદ્દે તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ છે.

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડીમોલેશન મુદ્દે તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ છે. નાડોદાનગર, રાધાકૃષ્ણ પાર્ક, જંગલેશ્વર સોસાયટી અને એકતાનગર સહિતની સોસાયટીઓના રહેવાસીઓ કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન એક મહિલા, જેમનો એક પગ નથી, તે વ્હોકર સાથે કલેક્ટર કચેરી પહોંચી હતી અને રડતા અવાજે કહ્યું હતું કે આમાં અમારે ક્યાં જવું? મેગા ડીમોલેશનમાં આહીર, કોળી, ભરવાડ અને મુસ્લિમ સમાજના મકાનો કપાતમાં જઈ રહ્યા હોવાના કારણે લોકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. 

આ સમાચાર શેર કરો