દાહોદમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા વધુ 4 લોકોને ભાજપે કર્યા સસ્પેન્ડ, જાણો શું છે મામલો
દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં નગરપાલિક

દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં નગરપાલિકાની ચૂંટણી પુર્વે ભાજપે મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં ઝાલોદ નગરપાલિકાની ચુંટણીમાં વધુ 4 લોકોને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.
દાહોદ જિલ્લામાં ઝાલોદ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ નેતા દ્વારા તેમની પત્નીઓને અપક્ષ ઉમેદવારી કરાવતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે સંયોજક ઉમેશકુમાર પટેલ, પુર્વ મહામંત્રી ધર્મેશભાઈ પટેલ, સક્રીય સભ્ય ડો.હેમંત કુમાર શાહ તેમજ સક્રીય સભ્ય મહેશભાઈ વસૈયાને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા પણ ઝાલોદ નગર પાલિકામાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર 12 જેટલા હોદ્દેદારોને ભારતીય જનતા પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.




