મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપના ધારાસભ્યોએ ઉચાટમાં રાત ગાળી એકબીજાને પૂછતા રહ્યાં, ફોન આવ્યો ?

ગુજરાતના મંત્રીમંડળનો આજે વિસ્તાર થવાનો છે. મંત્રીમંડળના વિસ્તરણને પગલે

ભાજપના ધારાસભ્યોએ ઉચાટમાં રાત ગાળી એકબીજાને પૂછતા રહ્યાં, ફોન આવ્યો ?

ગુજરાતના મંત્રીમંડળનો આજે વિસ્તાર થવાનો છે.  મંત્રીમંડળના વિસ્તરણને પગલે ભાજપના ધારાસભ્યોનો જીવ ઉચાટે રહ્યો હતો.  રાત્રે આઠેક વાગે સીએમ હાઉસમાં બેઠક યોજાઇ હતી જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ધારાસભ્યોને સંબોધન કર્યુ હતું. કમલમથી એવી જાણકારી આપવામાં આવી હતીકે, રાતભર જાગતા રહેજો કેમકે, ગમે તે ઘડીએ મંત્રીપદ માટે ફોન આવી શકે છે.

પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી રત્નાકર ફોન કરી શકે છે

પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી રત્નાકર ફોન કરી શકે છે.  આ વાત જાણતાં જ ધારાસભ્યો આખી રાત જાગતાં રહ્યા હતાં. ફોન કરીને એક બીજાને પૃચ્છા કરતાં રહ્યા હતાંકે, ફોન આવ્યો ખરો?. ધારાસભ્યોમાં જાણે એવી ઉત્કંઠા જાગીકે, બધા ધારાસભ્યોની નજર મોબાઇલ ફોન પર મંડાયેલી રહી હતી. 

આ સમાચાર શેર કરો