મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતના નારાજ આદિવાસીઓને મનાવવાના ભાજપના પ્રયાસ, એક મંત્રી પદ મળી શકે; ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય ધ

ગુજરાતના નારાજ આદિવાસીઓને મનાવવાના ભાજપના પ્રયાસ, એક મંત્રી પદ મળી શકે; ધારાસભ્યોને ગાંધીનગરનું તેડું

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય ધારાસભ્યોને ગાંધીનગર બોલાવાયા છે. ત્રણેય ધારાસભ્યો ગાંધીનગર પહોંચી ચૂક્યા છે. મંત્રીમંડળમાં છોટાઉદેપુર જિલ્લામાંથી મંત્રીનો સમાવેશ થાય તેવી માંગ છેલ્લા 10 વર્ષથી થઈ રહી છે.  છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. આદિવાસી જિલ્લામાં મંત્રીપદ આપવામાં આવે તેવી સમાજની માંગ છે. 

છોટાઉદેપુર જિલ્લાને અન્યાય કરવામાં આવી રહ્યાની 10 વર્ષથી બૂમો પાડવામાં આવી રહી છે. છોટાઉદેપુર જિલ્લાની સંખેડા વિધાનસભામાં અભેસિંહ તડવી ધારાસભ્ય છે. પાવીજેતપુર વિધાનસભામાં જેન્તીભાઇ રાઠવા ધારાસભ્ય છે. છોટાઉદેપુર વિધાનસભામાં રાજેન્દ્રસિંહ રાઠવા ધારાસભ્ય છે. આમ ત્રણેય વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો છે. સાંસદ પણ ભાજપના જ છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ ભાજપની છે.  

આ સમાચાર શેર કરો