ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ જુગાર રમતા જોવા મળ્યા! વીડિયો વાયરલ
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હાર્દિક પટેલ આ વીડિયોમાં તીન પત્તીનો જુગા

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હાર્દિક પટેલ આ વીડિયોમાં તીન પત્તીનો જુગાર રમતા જોવા મળી રહ્યાં છે. જોકે, આ વીડિયોની પૃષ્ટી GSTV કરતું નથી.
હાર્દિક પટેલનો જુગાર રમતો વીડિયો વાયરલ
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનો જુગાર રમતો વીડિયો વાયરલ થયો છે. સ્થાનિક આગેવાન પિન્ટુ કોળીએ આ વીડિયો વાયરલ કર્યો છે. વાયરલ વીડિયોમાં હાર્દિક પટેલ જુગાર રમતા જોવા મળે છે. હાર્દિક પટેલની સાથે વિરમગામ ભાજપના યુવા મોર્ચાના આગેવાન પણ જોવા મળે છે.
હાર્દિક પટેલ ચાર લોકો સાથે 500-500ની નોટો સાથે જુગાર રમતા જોવા મળે છે.સ્થાનિક આગેવાન આ વીડિયો હાર્દિક પટેલની ઓફિસનો હોવાનું જણાવે છે. જોકે, આ વીડિયોની GSTV પૃષ્ટી કરતું નથી.






