મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરમાં ભાજપે ટાર્ગેટ પુરો કરવા વિદ્યાર્થીઓને બનાવ્યા સભ્ય, વિવાદ થતા બાળકોને રજા આપી ઘરે મોકલી દીધા

દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાત સહિત અનેક રા

સુરેન્દ્રનગરમાં ભાજપે ટાર્ગેટ પુરો કરવા વિદ્યાર્થીઓને બનાવ્યા સભ્ય, વિવાદ થતા બાળકોને રજા આપી ઘરે મોકલી દીધા

દેશભરમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યમાં સદસ્યતા અભિયાનમાં સભ્યો બનાવવા માટે ટાર્ગેટ આપ્યો છે. હવે આ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ગુજરાત ભાજપે શાળાના વિદ્યાર્થીઓને સભ્ય બનાવવાનું શરૂ કરતા વિવાદ થયો છે. 

સુરેન્દ્રનગરમાં ભાજપે શાળાના વિદ્યાર્થીઓને સભ્ય બનાવતા વિવાદ

સુરેન્દ્રનગર જિલ્લાના અણીન્દ્રા ગામની શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સ્કૂલના આચાર્ય અને શિક્ષકોનો ભાજપના સદસ્ય અભિયાનનો ટેકો હોવાનો ખુલાસો થયો છે. ભાજપ દ્વારા સદસ્યો બનાવવા માટે કાર્યકર્તાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ટાર્ગેટ પૂર્ણ ના થતા હવે શાળાના બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ વિવાદ સામે આવ્યા બાદ શાળાના આચાર્ય અચાનક જ રજા પર ઉતરી ગયા છે. ભાજપના સદસ્ય બનેલા વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપીને ઘરે મોકલી આપવામાં આવ્યા હતા.

ભાજપના નેતાઓનો થઇ રહ્યો છે વિરોધ

ભાજપના સદસ્યતા અભિયાનમાં ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા અલગ અલગ ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે કાર્યકર્તાઓ હવે શાળાના બાળકોનો ઉપયોગ કરી રહ્યાં છે. 

આ સમાચાર શેર કરો